________________
વિવિધ રેકોર્ડીંગમાં સ્થાન મળશે. (૩) રાજ કવિ સંમેલન-સ્વરચિત એક ગીતા શ્રીમદ્ રાજચંદ્ર જીવનદર્શન સંબંધી રચેલું પ્રસ્તુત કરવા નિમંત્રણ છે. (૪) શ્રીમદ્જી સૂચિત આત્મધ્યાન પ્રયોગ ધ્યાનસંગીત દ્વારા રજૂ થશે. (૫) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી ચિંતન સત્ર ઉપરોક્ત સર્વ મુકત કાર્યક્રમો “પરમકૃપાળુ કુટિર”ના ઉમુક્ત “આકાશ ઓટલા” ગાંધી શેરી અમેરલી પર યોજાશે. સર્વ નિમંત્રકો અને વિશેષ માહિતી માટે પ્રો. પ્રતાપભાઈ ટોલિયા મો. ૦૯૬૧૧૨૩૧૫૮૦ ઉપર સંપર્ક કરવા વિનંતી. એક પૂર્વ સમાચાર : સમાજસેવાનો નવો રાહ બતાવતા
પ્રતાપભાઈ ટોલીયા-સ્થળ પૂજા અમરેલી પ્રતાપરાય આર્ટ્સ કોલેજના ભૂતપુર્વ પ્રાધ્યાપક અને અમરેલીના વતની હાલ બેંગ્લોર નિવાસી કવિ, લેખક, વિવેચક તેમજ સાહિત્ય ક્ષેત્રે અમરેલીને ગૌરવ અપાવનાર પ્રતાપભાઈ ટોલીયાએ સમાજ સેવાનો નવો રાહ બતાવતી ઉમદા સેવા પ્રવૃત્તિ કરી છે. અમરેલીના ગાંધી શેરીમાં આવેલ “ટોળીયાનો ડેલો” તરીકે પ્રખ્યાત
સ્થળે પ્રતાપભાઈનું જુનું મકાન આવેલ છે. મૂળ અમરેલીના હાર્દસમા વિસ્તારમાં મિલ્કત ખરીદનારા મોં માગ્યા દામ આપે તેમ હોવા છતાં સમગ્ર લત્તાવાસીઓ ખાસ કરીને યુવાનો, બહેનો, વૃધ્ધો સહુ સૂર્યસ્નાન-નિસર્ગોપચાર સાથે માત્ર સત્સંગ કરે અને ધાર્મિક લાગણી વિકસે તેવા શુભ હેતુથી મકાનના આગળના ભાગે જાહેર ઓટલો બનાવી સમર્પિત કર્યો. કોઈપણ પ્રકારના ભભકા સિવાય અમરેલીના કવિ હર્ષદ ચંદારાણા, રસિકભાઈ શાહ દ્વારા સ્થળ પૂજા કરી વિશાળ ઉપસ્થિત લત્તાવાસીઓને પ્રસાદ વહેંચી સંતોષ વ્યક્ત કરી આ સ્થળની મહત્તા વધારી. આ. પ્રસંગે રસિકભાઈ શાહ, ગોરસીયા કવિ પરેશ મહેતા, મહેન્દ્ર જોષી, કનુભાઈ લીંબાસીયા, રમેશભાઈ બોસમીયા, શાંતિભાઈ જેઠવા સમેત મહાનુભાવોએ હાજરી આપી હતી. તા. ૩-૧-૨૦૧૨
(દિવ્યપ્રકાશ,અમરેલી)
શ્રીમદ્ રાજચંદ્ર ઃ જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણું
૨૩૫