________________
વિશ્લોપકારક શ્રીમદ્રસાહિત્યને પ્રકાશિત-પ્રસારિત કરવાનું ઉપયોગી આવશ્યક કાર્ય, સંપન્ન કરવાની અનેક અન્ય મહાન આત્માઓએ સતત પ્રેરણા કર્યા કરી. આ પ્રેરકોમાં પ્રથમ હતા પૂર્વોક્ત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના અધિષ્ઠાત્રી આત્મજ્ઞા માતાજી ધનદેવીજી અને અમદાવાદથી પદ્મભૂષણ પ્રજ્ઞાચક્ષુ ડૉ. પંડિતશ્રી સુખલાલજી. એ બંનેનો પણ કાળક્રમે વિદેહવાસ થવાથી વિદુષી સુશ્રી વિમલા ઠકાર-વિમલાતાઈમાઉન્ટ આબુ અને ડલહૌસી હિમાચલ પ્રદેશ બેઠાં બેઠાં પ્રેરણા આપતા રહ્યાં. તેમણે પ્રસ્તુત મહાગ્રંથના સંપાદક-અનેક કૃતિઓના લેખક અને ઉપર્યુક્ત “આત્મસિદ્ધિ” વગેરે અનેક રેકર્ડોના ગાયક-સંગીત નિર્દેશક પ્રા. પ્રતાપકુમાર ટોલિયાને “સપ્તભાષી આત્મસિદ્ધિના તેમના સંપાદન-કાર્યમાં સતત પ્રેરણા, પથદર્શન અને પ્રોત્સાહન પ્રદાન કર્યું. આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રા. ટોલિયાના સ્વયંના હિન્દી અનુવાદ ઉપરાંત તેમણે વિશેષ અનુરોધથી કરાવેલા નૂતન બંગાળી અનુવાદ અને પંડિતવર્ય શ્રી બેચરદાસજીના સંસ્કૃત અનુવાદ જેવા પૂર્વકૃત મરાઠી, કનડ, અંગ્રેજી વગેરે અનુવાદોને શોધી, પ્રત્યેક ભાષાનુરૂપ પરિશુધ્ધ અને સંકલિત કરાવી આ મહા ઉપકારક લઘુકૃતિના સપ્તભાષીય મહાગ્રંથના સ્વરૂપને વર્ષોના પરિશ્રમ પુરુષાર્થથી તૈયાર કર્યું. આ સંપાદિત સ્વરૂપની પ્રા. ટોલિયાની ભારતની અને વિદેશની અનેક યાત્રાઓ દરમ્યાન પરિશોધિત પ્રથમ હસ્તલિખિત પ્રતિ તૈયાર કરી અને તેની પૂર્વ-પશ્ચાની સમીક્ષાત્મક નોંધો લખવામાં આવી. અંગ્રેજી અને હિન્દી બંને ભાષાની આ નોંધો ગુજરાત બહારના ભારત અને વિને ગુજરાતી સાહિત્યની આ લધુ છતાં મહાકૃતિ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો યથાયોગ્ય, સમુચિત પરિચય કરાવવાના ઉદ્દેશને નજર સમક્ષ રાખીને લખવામાં આવી.
૧૯૯૬માં આ પ્રથમ હસ્તપ્રતનું શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રના લેખનના શતાબ્દિ મહોત્સવ દરમ્યાન (Sri Atmasiddhi Centenary Celebrations) શિકાગોઅમેરિકામાં આંતરરાષ્ટ્રીય સ્વરૂપે વિમોચન કરવામાં આવ્યું, જ્યાં (અને તપૂર્વ આરંભે સાનફ્રાન્સિસ્કોમાં) પ્રતાપકુમાર ટોલિયા સ્વયે ઉપસ્થિત રહ્યાં. આમ “સપ્તભાષી આત્મસિધ્ધિ”નું પ્રારૂપ તૈયાર થયું.
તત્પશ્ચાત્ તેના મુદ્રણ-પ્રકાશન-પ્રસિદ્ધિકરણની અર્થવ્યવસ્થાની અપાર પ્રતિકૂળતાઓ હતી જ. ન કોઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમોને આ પ્રકાશનમાં રસ હતો, ન અન્ય સંસ્થાઓ, મિત્રો કે પ્રકાશનોને મૂળ પ્રેરક યો.યુ.શ્રી સહજાનંદઘનજીના હેપી આશ્રમને તો તદન નહીં ! સપ્તભાષી આત્મસિદ્ધિ' પ્રકાશિત
૨૧૩