Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 226
________________ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”નું અનેકભાષીય નૂતનરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિ પ્રકાશિત (શ્રીમદ્ રાજચંદ્ર જન્મજયંતી : કારતક પૂર્ણિમા ઃ ૩૦-૧૧-૨૦૦૧) પરમગુરુ પ્રેરણા-ઈચ્છા-આજ્ઞા-આદેશ-આશીર્વાદથી ૩૧ વર્ષ પૂર્વે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હેપી, કર્ણાટકમાં પ્રારંભિત, યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની સર્વદર્શન સારવતુ, સર્વોપકારક એવી ગુજરાતી સાહિત્ય અને દર્શનની વર્તમાનયુગની શ્રેષ્ઠ અમરકૃતિ શ્રી “આત્મસિધ્ધિશાસ્ત્ર”, દીર્ઘકાળના સતત પરિશ્રમ બાદ, વિરાટ બહુઆયામી “સપ્તભાષી આત્મસિદ્ધિ'ના અભિનવ સ્વરૂપમાં પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકી છે. વર્ષોની અનેક, અપાર પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચેથી પણ પરમપુરુષોના જ અનુગ્રહથી આ દીર્ઘપ્રતીક્ષિત સાત ભાષાઓનો સંયુક્ત મહાગ્રંથ, જે શ્રીમદ્ રાજચંદ્ર પરમસમાધિ શતાબ્દિ વર્ષ અને ભગવાન મહાવીરના ૨૬00મા જન્મકલ્યાણક વર્ષમાં તૈયાર થયો, તે હાલમાં જ શ્રીમદ્ રાજચંદ્ર જયંતી, કારતક પૂર્ણિમાની પૂર્ણાતિથિના પવિત્ર દિને દિ. ૩૦ નવેમ્બર ૨૦૦૧ના રોજ બેંગલોરમાં પ્રકાશિત થયો – જિનભારતી' વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા. ઉપર્યુક્ત (બૃહત્ ગુજરાત સ્થિત) આશ્રમના પ્રણેતા અને શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનદર્શનને સમર્પિત મહાપુરુષ યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી (ભદ્રમુનિજી)ની પ્રેરણાથી વિશ્વભરમાં વીતરાગવાણી-રાજવાણી-જિનવાણી અનુગંજિત કરાવવાના મહ ઉદ્દેશ્યથી આ મહાકાર્ય ઈ.સ. ૧૯૭૦માં પ્રારંભ થયું હતું. તદનુસાર પ્રથમ ૧૯૭૪ની શ્રીમદ્ રાજચંદ્ર જયંતી-કારતક પૂર્ણિમાના પાવનદિને આ ચિરંતનકૃતિ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું લોંગ પ્લે રેકર્ડ (L.P. હવે C.D.)ના રૂપમાં સર્વપ્રથમ સંગીતમય રેકર્ડીગ કરાયું. સર્વશ્રી પ્રા. પ્રતાપકુમાર ટોલિયા, સુમિત્રા ટોલિયા, શાંતિલાલ શાહ અને પૌરવી દેસાઈના સુમધુર સજગ સ્વરોમાં મૂળ ગુજરાતી કૃતિની હિન્દી કૉમેન્ટ્રી યુક્ત આ રેકર્ડની સાથે જ ત્યારે વર્ધમાનભારતી બેંગલોર દ્વારા દેવનાગરી લિપિમાં ગુજરાતી સહ સમશ્લોકી હિન્દી અનુવાદયુક્ત દ્વિ-ભાષી પુસ્તક શ્રોતાઓને ભેટ આપવામાં આવ્યું. પરંતુ આ કૃતિના સપ્તભાષીય વિશદરૂપના સંકલન-સંપાદન-પ્રકાશન પૂર્વે જ પૂર્વોક્ત પ્રેરણાદાતા યો.યુ.શ્રી સહજાનંદઘનજી અસમય વિદેહસ્થ થવાથી અટકી પડેલું, તેમની ઈચ્છા-આજ્ઞા મુજબનું “અનેકભાષી આત્મસિદ્ધિ” તેમજ અન્ય ૨૧૨ રાજગાથા

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254