________________
પરંતુ સપ્તભાષી આત્મસિધ્ધિના સંપાદન-પ્રકાશનનું મહાકાર્ય તો હજુ ત્યારનું અધૂરું જ પડ્યું હતું. અમારા હંપી આશ્રમના જ ટ્રસ્ટી ગુરુબંધુઓ કે જેમણે આ આશ્રમ પ્રમુખ અગ્રજને દુઃખદ અનુભવ કરાવ્યો હતો, તેમના જડબુદ્ધિના, વિવેકવિહીન અંતરાયોથી એ વર્ષોથી રોકાઈ રહ્યું હતું. સંવેદનભર્યા કરુણાત્મા વિદુષી વિમલાતાઈએ, પૂજ્ય પંડિતજીની પણ પ્રેરણાથી, માઉન્ટ આબુ બેઠાં બેઠાં અનેક પ્રકારની સહાયતાઓ : અનુવાદ-સંપાદન માર્ગદર્શન, પુરોવચન લેખનાદિ ઉપરાંત અપાર આવશ્યક ધનરાશિ પણ મોકલાવી ! (કે જ્યારે અમારા જ આશ્રમનાં ઉપર્યુક્ત મહાનુભાવ મેનેજીંગ ટ્રસ્ટી અને સહટ્રસ્ટીઓ મુદ્રણ-પ્રકાશન ખર્ચ માત્ર પણ આપવાનો વિશ્વાસઘાત કરી મોઢું ફેરવી ગયા હતા ! આવા ભ્રષ્ટ બની ગયેલા આશ્રમ ટ્રસ્ટમાંથી આ પ્રમુખ કારણે ત્યાગપત્ર પણ વિમલાતાઈએ ત્યારે અપાવ્યું.) આશ્રમ અધિષ્ઠાત્રી આત્માશા માતાજી તો આ પહેલાં જ, અમારા સારા યે પરિવારની અને આશ્રમકાર્ય – સપ્તભાષી કાર્ય, રેકોર્ડ નિર્માણ કાર્ય, વિદેશ પ્રભાવના યાત્રાઓની સતત સંભાળ રાખતા રાખતા ૧૯૯૨માં જ આત્મસમાધિપૂર્વક મહાપ્રયાણ કરી ગયા હતા. (પ્ર.જી.માં ત્યારે તેમના વિષયક લઘુ લેખ પણ છપાયો છે). આ સઘળાનો લાંબો ઈતિહાસ છે, જેનો સંક્ષેપ ‘સપ્તભાષી'ની અંતિમામાં અપાયો છે. અહીં આ દીર્ઘ બની રહેલા લેખનું સમાપન કરવાનું છે. આખરે પરમગુરુઓના અનુગ્રહથી જ સપ્તભાષી પ્રકાશ પામી. અનેક પ્રબુધ્ધજનોએ એને પ્રેમથી આવકારી.
આ દરમિયાન હંપીમાં વિશ્વ વિદ્યાલય-નિર્માણનું વિરાટ વિશાળ કાર્ય તો ગુરુદેવ અને અગ્રજ આશ્રમ પ્રમુખ બંને આધારો ગયા પછી શી રીતે સંપન્ન થાય ? તેઓ બંને ગયા પછી, આશ્રમ અધિષ્ઠાત્રી પૂજ્ય માતાજીની ઉપસ્થિતિમાં ૧૯૮૬માં આશ્રમ ટ્રસ્ટના સંવિધાનમાં વિશ્વવિદ્યાલય-જિનાલય બંને અધૂરા કાર્યો સંપન્ન કરવાનો સાગ્રહ સમાવેશ અન્ય બે ટ્રસ્ટી બંધુઓ સાથે મેં કર્યો હતો. ક્યારેક એ સાકાર થશે જ, એવી શ્રદ્ધાથી. અત્યારે તો એવા વિદ્યા-સંસ્થાનની નાનકડી પૂર્વભૂમિકાશી ‘સહજાનંદ પીઠ’ના તતલો અને સાધક ગુફાઓમાં સમયે સમયે આયોજિત શિબિરો અને ધ્યાન સાધન બેઠકો રૂપે જ એ સીમિત છે.
આ વર્ષો – લાંબી ઘટનાઓમાં માર્ચ ૧૯૭૮માં પૂજ્ય પંડિતશ્રી સુખલાલજીનું મહાપ્રયાણ, ૧૯૭૯માં જન્મદાત્રી ઉપકારક પૂજ્ય માતુશ્રીનું પ્રયાણ, ૧૯૮૮માં સપ્તભાષીમાં પણ જીવનસંગિની સુમિત્રા સાથે રહી સંપાદન-સહયોગ આપતી જ્યેષ્ઠા સુપુત્રી કુ. પારુલનું પણ માર્ગ-અકસ્માતમાં યુવાવયે અકાળે પ્રયાણ, પછી આશ્રમનાં
૨૧૦
રાજગાથા