________________
અણસારો નહીં !! “જ્ઞાનીનું પારખું ખાટલે ને પાટલે કહેવતવાળી તેમની આ અદ્ભુત દેહભિન્ન આત્મજ્ઞાનની અનુભવદશા અમે દંગ થઈ સગી આંખે નિહાળતા રહ્યાં ! તેમાંથી દેહાતીત આત્મસિધ્ધિ-દશા પ્રાપ્ત કરવાનો પ્રત્યક્ષ પાઠ અમે સૌ આશ્રમ સ્થા જનો શીખવા મથતા રહ્યા. તેમનું સ્વાથ્ય ઉત્તરોત્તર કથળતું જ રહ્યું. છતાં, આવી શરીરાવસ્થા વચ્ચે પણ એક ચમત્કારવત્ તેઓ પૂર્વવત્ અપૂર્વ ઉલ્લાસ સહ પોતાનાં આત્માનુભવ ભરેલાં દુર્લભ નિત્ય પ્રવચનો આપતાં રહ્યાં. એ સઘળાયે પર્યુષણ-પ્રવચનો શ્રી કલ્પસૂત્ર પરના અને પછીનાં દસ દિવસનાં દશલક્ષણ ધર્મ” પરનાં અસાધારણ અને બંને જૈન પરંપરાનાં શ્રીમજી પછી કોઈએ પણ નહીં ચીંધેલા એવા સમન્વય ભરેલાં હતાં. અગ્રજે, આ લેખકે અને અન્ય એક સાધકમિત્રે ત્યારે ટેઈપ કરી સંઘરી રાખેલાં એ અભૂતપૂર્વ પ્રવચનો, પ્રધાનપણે શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર-દર્શિત અનુભવ માર્ગ-આત્માનુભવના પ્રાયોગિક સાક્ષાત્કાર માર્ગ દ્વારા, એકતા ઝંખતા, અનેકાંતને અનુસરતા, આરાધક જૈનો માટે ઉપકારક, ઉપાદેય અને દીવાદાંડી તુલ્ય બનવાનાં છે ભાવિમાં. અસ્તુ.
સપ્તભાષી આત્મસિધ્ધિનું સંપાદન-કાર્ય ત્યારે અધુરું જ રહી ગયું. હેપી રહીને મેં બેંગલોરથી આશ્રમપ્રમુખ વડિલબંધુને તારથી બોલાવ્યા– ગુરુદેવના વધુ ને વધુ બગડતા સ્વાથ્ય અને તેમની સેવામાં ખડે પગે રહેલાં આત્મજ્ઞા માતાજી અને સારાયે સ્તબ્ધ-શા આશ્રમમાં ચાલી રહેલી “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ”ની સામુહિક મંત્ર ધુન વચ્ચે.
બંધુ આવ્યા. ગુરુદેવની દેહદશા જોઈ આંસુ સારતા ચિંતિત અને ખંભિત થઈ ગયા. ૧૯૭૦ના ૧લી ઓક્ટોબરની રાતની અને બીજી ઓક્ટોબરની એ પ્રભાતની સદ્ગુરુ-સંગની તેમને, “આશ્રમ પ્રમુખને પણ વધુ વેળા ન મળી ! એક વિવેકવિહીન એવા “ગુરુભક્તિના ઠેકેદાર” ચોકીદારે તેમને ગુરુદેવના ગંભીર સ્વાથ્યની અને આશ્રમ વ્યવસ્થાની આવશ્યક એવી વાતો ગુરુદેવ સાથે કરવા દીધી નહીં. ગુરુદેવના જ, પોતાના જ પ્રમુખપણા નીચેના આશ્રમ તંત્રની જડતાથી તેઓ વધુ અંતર-વ્યથિત થયા. એકબાજુથી ગુરુદેવની સ્વાથ્ય ચિંતા, બીજી બાજુથી આ જડ-ભક્તોની અવિવેકિતાની વ્યથા. આ સારાયે પ્રસંગ વિષે અન્યત્ર નોંધાયું હોઈ અહીં આ ઉલ્લેખ એટલા પૂરતો કરવાનો કે ગુરુભક્તિની પ્રચુરતા અને ભારે ચિંતા તેમના અંતરે સમાઈ રહી. ગુરુદેવની સતત સેવા સંભાળનું મને સોંપતા, “Ashram Minus Gurudev is equal to Nothing” ના વેદના-વેણ ઠાલવતા, ત્યાં ચાલી રહેલી ૨૦૮
રાજગાથા