________________
– જેવી છિન્ન-ભિન્ન થયેલી, મૂળમાર્ગ ભૂલેલી વીતરાગ પરંપરાનો ઉધ્ધાર તેમણે શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રમાં જોયો. તેમાંથી તેમણે “આત્મસિધ્ધિ મંત્ર” તારવ્યો અને શ્રીમદ્જીની કૃપાનો ઉપકાર માનતું આ મહત્ત્વનું પદ લખ્યું -
“પરમગુરુ 3ૐ સહજાત્મ સ્વરૂપ એ, જપું મંત્ર સદાય અનૂપ રે, પરમ કૃપાળુદેવ ગુરુ રાજે, હેર કરી મુજ ઉપરે, છિન્ન પરંપરોધ્ધાર કરીને, બક્યો મંત્ર દધિ-તૂપ રે..” (ખંડગિરિ ગુફાવાસ : ૩-૧૦-૧૯૫૭ રચિત)
તેમની આ પદોની ગાન-મસ્તીનો આ લેખકને પોતાના સિતારવાદન સાથે અનેરો, અપૂર્વ લાભ મળતો રહ્યો. નિયતિચક્રનાં બે અણધાર્યા વજાઘાતો
સપ્તભાષી આત્મસિધ્ધિના સાનંદ ચાલી રહેલા કાર્ય વચ્ચે ગુરુદેવ સહજાનંદઘનજીના જીવનની ગંભીર ઘટના ઘટી. આત્માથી સંપૂર્ણ આનંદમય રહેવા છતાં ઉદયકર્મવશ શરીરે વ્યાધિગ્રસ્ત થઈ ગયા. ઠામ ચોવિહારની અને કોઈપણ ઔષધોપચાર કે લબ્ધિ ચમત્કાર બંનેથી દૂર રહેવાની તેમની સંસ્થિતિ હતી સ્વરુપાનુસંધાનમાં – શ્રીમદ્જી-પ્રણીત અખંડ આત્માનુભવમાં -
“દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન રે. કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.” શ્રી આત્મસિધ્ધિના આ પરમ વચનો તેમણે અનુભવમાં ઉતાર્યા હતાં.
તેમની આવી દેહાવસ્થા અને બાહ્યાંતર દશામાં એક સવારે હેપીમાં તેમની ગુફામાં સપ્તભાષી ગ્રંથની અનુવાદિત હસ્તપ્રત તેમને સંશોધનાર્થ સોપવા પહોંચ્યો. એ હાથમાં લઈને પોતાની લાકડાની પાટ પરના ઓશિકાના સ્થાને મૂકી દીધી ! (ઓશિકું કે કોઈ કપડું પણ તેઓ પાટ પર પાથરતા રાખતા નહીં – એવી દેહદશામાં પણ !) બોલ્યા : “પ્રતાપભાઈ ! રહેવા દો.. હમણાં નહીં.” આ સાંભળી આંચકાભર્યો આઘાત અનુભવતો સ્તબ્ધ રહી ગયો. મૌન પરત આવ્યો. બીજા દિવસે, તેમના પેટ પર નિસર્ગોપચારની ભીની માટી લઈને મૂકવા ગયો, કારણ, દવા તો તેઓ કોઈ લેતા ન હતા. આ જોઈ તેઓ ખડખડાટ હસ્યા અને પૂછ્યું :
“આ માટીના દેહ ઉપર માટી મૂકશો ?”
માટી પણ મૂકવા ન દીધી અને તેઓ એક અજબ આનંદભર્યા અંતર-મીનમાં ડૂબી ગયા. વદન પર એ જ પ્રસન્નતા ! વચનમાં ક્યાંય દેહપીડાનો ઊંહકારો કે શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિઃ ૨૦૦