________________
ગાંધીજીના મહત્વનાં થોડા લખાણોને ખાસ મહત્વ આપ્યું. ઉપરાંત જે પારાવાર પ્રતિકૂળતાઓ વચ્ચેથી આ અનેક વર્ષોનું સંપાદન કાર્ય ગુરુકૃપાથી જ સંપન્ન થઈ શક્યું, તેનો ઉલ્લેખ પણ સંક્ષેપમાં કરાયો. આ મહાકાર્યને આમ સંપન્ન કરાવવામાં પાંચ પાંચ પ્રેરણાદાતાઓ હતા : શ્રી સહજાનંદઘનજી, પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, આચાર્ય ગુરુદયાલ મલ્લિકજી, આત્મજ્ઞા માતાજી ધનદેવીજી અને વિદુષી વિમલાતાઈ. તેમાં પ્રથમ પ્રણેતા ગુરુદેવશ્રી સહજાનંદઘનજીએ હાથ પકડીને મંગળ આરંભ કરાવ્યો. રત્નકૂટ હેપીની સાધકગુફામાં એકાંત લેખનકાર્ય માટે બેસું ત્યારે ત્યાં પ્રેમપૂર્વક પોતાનું નાનકડું લેખન-મેજ (ઢાળિયું) લખવા મોકલી આપે. પછી તેમની ગુફામાં જઉં ત્યારે તેઓ એ બધું જોઈએ સુધારી કે સૂચનો કરીને આપે. દૂર અમદાવાદથી પૂજ્ય પંડિતજી પણ સમય સમય પર તેમાં પત્રોથી પ્રેરણા ભરતા રહે. ભારે પ્રસન્નતા અને ધન્યતાપૂર્વક ત્યારે આ બે બે પુરુષોના માર્ગદર્શનથી આ મહત્વકાર્ય ગતિશીલ બન્યું. તેમણે ભારે મોટી કૃપા કરીને આ અણધડ પથ્થર-શા વ્યક્તિને નિમિત્ત અને માધ્યમ બનાવ્યો. હેપી-બેંગલોરમાં આમ આ સર્જનના પ્રારંભના મહીના વીત્યાં.
પરંતુ.... નિયતિએ કંઈક જુદું જ ધાર્યું હતું... !
નિયતિચક્રની એ ઘટનાઓ પર આવતાં પહેલાં એક સંક્ષિપ્ત ઉલ્લેખ કરી લઉં. શ્રી સહજાનંદઘનજી શ્રીમદ્ રાજચંદ્રજી આધારિત સાધનાની સ્વાધ્યાય-ભક્તિ-ધ્યાનની એકાંગિતા છોડાવી આ સર્વાગિતા અને સમગ્રતામાં જોડતાં. તેમણે પોતે લખેલાં ભક્તિપદો અને શ્રીમદ્ભાં વચનામૃતોનાં પદ્યરૂપો પોતાની મસ્તીભરી ભક્તિઆરાધનામાં ગાતાં અને ગવરાવતાં. “અહો, સપુરુષનાં વચનો”, “બીજું કશું ના શોધ, કેવળ શોધ તું સપુરુષને”, “આ જગતને રૂડું બનાવવા, યત્ન તો કીધું ઘણું (શ્રી રા. પત્રાંક ૩૭), “અહો ! પરમ શાન્ત રસમય, શુદ્ધ ધર્મવીતરાગી” (પત્રાંક ૪૦૬-૪૦૫) – આવા તેમના “સહજાનંદ સુધા” શીર્ષક પદાવલી-ગ્રંથના દર્શનીયચિંતનીય અનુકરણીય પદો છે. વિશેષમાં શ્રીમદ્જી પ્રત્યેની તેમની સમર્પિત ભક્તિનાં
અહો ! જ્ઞાનાવતાર કળિકાળના હો રાજ”, “આવો આવો હો ગુરુરાજ ! મારી ઝુંપડીએ”, “રાજ-બાણ વાગ્યાં રે હોય તે જ જાણે”, “સફળ થયું ભવ મારું હો, કૃપાળુદેવ !” જેવા ક્યાંક તેમની માતૃભાષા કચ્છીના મીઠા જણાતા પુટ સાથે ભારે સરળ અને સર્વ માટે સુગેય બન્યાં છે.
“કોઈ ક્રિયાજડ થઈ રહ્યાં, શુષ્ક જ્ઞાનમાં કોઈ
૨૦૬
રાજગાથા