Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 236
________________ પ્રતિભાવ-૨ આત્મસિદ્ધિ શાસ્ત્ર (પ્રબુદ્ધ જીવન ઃ ૧૬-૧૧-૨૦૦૬) આજથી ૧૧૦ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૫રના આસો વદ એકમની અપૂર્વ . એવી શુભ પળોમાં માત્ર દોઢ બે કલાકની અવધિમાં જ પરમવંદનીય પ.પૂ. શ્રીમદ્ રાજચંદ્રના સ્વાત્માનુભવ અને શાસ્ત્રોના ચયન થકી સર્વ ધર્મ માન્ય અને સર્વોપકારક તેમ જ સમગ્ર જીવોના ઉદ્ધાર અર્થે પપૂ. પંડિત સુખલાલજીએ જેને “આત્મોપનિષદ્' કહ્યું છે એવું અને ચૌદ પૂર્વેના સાર જેવું, જેના શ્રવણ માત્રથી પુણ્યબંધ પ્રાપ્ત થાય, એવું ૧૪૨ ગાથાનું આ “આત્મસિદ્ધિ શાસ્ત્રનું ગંગા સમ પાવન ઝરણું એ મહામાનવના આત્મામાંથી પ્રગટ્યું. જેમાં શબ્દાંડબર કે વાગુવિલાસ નથી પણ સરળ સૂત્રાત્મ શૈલીથી જે ઓપ છે, જિજ્ઞાસુને સત્ય અને સમાધાન પાસે લઈ જતું એવું આ “આત્મસિદ્ધિ શાસ્ત્ર ગુજરાતી ભાષાનો હિમાલય છે, અમર કૃતિ છે. ગીર્વાણ ગિરા ગુજરાતી ભાષા આ ૧૪૨ ગાથાના દીર્ઘ કાવ્યથી પરમ ધન્ય બની છે. આ અપૂર્વ કૃતિ વિશે સાધક ડૉ. રાકેશભાઈ ઝવેરી તેમ જ અન્ય સાધક મહામાનવોએ ઊંડું અને સૂક્ષ્મ ચિંતન કર્યું છે. એટલે એ વિશે અહીં લખવાનો અભિગમ નથી કે નથી અધિકાર. ગુજરાતી ભાષાની આ અમર કૃતિને અન્ય છ ભાષામાં, સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ અને અંગ્રેજીમાં અધિકારી વિદ્વવર્જન પાસે અવતરણ કરાવવી અને ઊંડા અધ્યયન સાથે એનું પુસ્તક રૂપે પ્રગટ કરવું એ એક ભગીરથ કાર્ય છે. આવો અનુપમ પુરુષાર્થ વિદ્વાન સાધક પ્રા. પ્રતાપભાઈ ટોલિયા અને એમનાં ધર્મપત્ની સુમિત્રાબેન ટોલિયાએ કર્યો અને પરિણામે સન ૨૦૦૧માં વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન-બેંગલોર દ્વારા પ્રકાશિત ૨૦૦ પાનાનો ધ્યાનાકર્ષક “સપ્તભાષી આત્મસિદ્ધિ' ગ્રંથ જૈન સમાજને પ્રાપ્ત થયો. ગુજરાતી ભાષા અને જૈનશાસનની આ દંપતીની આ અજોડ સેવા છે ! અભિનંદન ! વર્તમાન સમયમાં આપણા સંતાનોની શિક્ષણ ભાષા બહુધા અંગ્રેજી છે. ગુજરાતી ભાષા ભુંસાશે તો નહિ જ, પણ ભૂલાતી તો જાય છે. આ વાસ્તવિકતા છે ! એટલે આ પેઢીમાં જૈન ધર્મના સંસ્કારો અને ચિંતનને જીવંત અને ધબકતા રાખવા હશે તો આપણા સાહિત્યને વહેલી તકે અંગ્રેજી ભાષામાં ઢાળવું પડશે જ. આ વિચારને કેન્દ્રમાં રાખી “આત્મસિદ્ધિ શાસ્ત્રની અનુક્રમે કેટલીક ગાથાઓ દર મહિને એ “સપ્તભાષી આત્મસિદ્ધિમાંથી સંપાદકોના ઋણ સ્વીકાર સાથે “પ્રબુદ્ધ જીવન'ના જિજ્ઞાસુ વાચકો સમક્ષ પ્રસ્તુત કરવાનો અભિગમ સેવ્યો છે. ૨૨ રાજગાથા

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254