________________
૮. ઉક્ત પાંચ રૂમોની શ્રેણિમાં જ એક સહસ્થ તરફથી બંધાવીને ભેટ મળેલું મહિલા ભવન છે. જેમાં સામુહિકપણે સો એક બહેનો આરામથી રહી શકે છે. એમાં એક તલઘર અને બાથરૂમો પણ છે. ૯. જળવ્યવસ્થા માટે ત્રણ કુંડો અને કૂપ.
તદુપરાંત સાધકોએ પોતાના જ ખર્ચે અને પરિશ્રમે બાંધેલાં ૯ મકાનો એક મોટી અને ૭ નાની ગુફાઓ છે, જેનો તેઓની ગેરહાજરીએ બીજા સુયોગ્ય સાધકો લાભ લઈ શકે છે.
વળી, એક વિશાળ જિનાલય યુક્ત સત્સંગ ભવન તથા ૧૫/૨૦ મકાનો બંધાવનારા ઉમેદવારો તૈયાર છે, પણ જાતમહેનતની તેમને ફુરસદ નથી, તેથી સંસ્થા તેવા કોઈ સુયોગ્ય વ્યક્તિની પ્રતીક્ષામાં છે કે જે તથા પ્રકારની સેવા આપી શકે.
આ સંસ્થાનો આય-વ્યયનો હિસાબ પ્રત્યેક કાપૂર્ણિમાએ પરીક્ષણ પૂર્વક સભામાં જાહેર કરાય છે અને ટ્રસ્ટીઓની ચુંટણી પણ થાય છે.
આ સંસ્થાના માધ્યમથી અત્યાર લગી હજારેક નવ-નવા ભાવુકો શ્રીમદે ચીંધેલા માર્ગ પ્રત્યે શ્રદ્ધાવાન થયા છે અને થતા જાય છે. રહેવાની સગવડ વધતાં તે સંખ્યા ઉત્તરોત્તર વધે એવી સંભાવના છે. આ સંસ્થાની સાધકીય નિયમાવલી : ૧. મત-પંથના આગ્રહોનો પરિત્યાગ અને પંદર ભેદે સિદ્ધના સિદ્ધાન્તાનુસાર ધર્મસમન્વય. ૨. સપ્ત વ્યસન, રાત્રિભોજન, કંદમૂળ આદિ અભક્ષ્ય ભોજન અને અબ્રહ્મચર્યાદિના ત્યાગી યથાશક્તિ પ્રતિજ્ઞા પૂર્વક આત્મભાન અને વિતરાગતાનો અભ્યાસ. ૩. સવાર-સાંજ વ્યક્તિગત કિવા સામુહિકપણે નિર્ધારિત ભક્તિક્રમનું આરાધન તથા તદુપરાંત જે-જેને સામાયિક-પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયા કરવી હોય તે-તેને પોતપોતાની રીતિએ કરવાની છૂટ, પછી ભલે તે દિગમ્બર આમ્નાય વાળો હોય, અથવા શ્વેતામ્બર કિવા મૂર્તિપૂજક હોય અથવા મુહપત્તીબંધક. ૪. પ્રતિ રવિવારે મધ્યરાત્રિ પર્યત ક્રમબદ્ધ ભક્તિ, સ્વાધ્યાય અને મંત્રધૂનનું સામુહિક આરાધન; તથા પ્રતિ પૂર્ણિમાએ અખંડ રાત્રિનો પ્રોગ્રામ જેમાં ક્રમબદ્ધ ભક્તિ, પાક્ષિકાદિ અતિચાર આલોચના - ખામણા, આધ્યાત્મિક ભજનો અને મંત્ર ધૂન, પ્રભાતે પ્રાર્થનાદિ. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય
૧૬