________________
પં. સુખલાલજી જેવા સમર્થ વિદ્વાન તાર્કિકો જૈન ભૂગોળ-ખગોળની વિસંવાદિતા તથા જડવિજ્ઞાનની વિલક્ષણ પ્રગટતાને લીધે અનુમાન-પ્રમાણથી ભલે ! મહાવિદેહને કવિઓની કલ્પના માને; પરંતુ ચૈતન્યવિજ્ઞાનના આવિષ્કારરૂપ દૂરંદેશી લબ્ધિદુરબિન વડે જોતાં મહાવિદેહ એ એક આ દુનિયાથી અલગ સ્વતંત્ર દુનિયા છે, તેમજ નંદીશ્વરાદિ દ્વીપો, સ્વર્ગ-નરક એ બધાં પ્રચલિત પ્રરૂપણાથી ભિન્ન સ્વરૂપે છે ખરાંએવી ખાત્રી થાય છે.
સોનગઢ નિવાસી શાસ્ત્રવિદો એમ વદતા સાંભળ્યા કે “સમકિતી તો દેવલોકે જ જાય; કદાપિ સમકિતની પ્રાપ્તિપૂર્વે મનુષ્યાય બંધાયેલું હોય તો પણ તેઓ કર્મભૂમિમાં ન જઈ શકે; ભોગભૂમિમાં જ જાય એમ શાસ્ત્રો કહે છે, માટે અમે તો શ્રીમદ્ દેવલોકે ગયા-એમ માનીયે છીએ-પ્રરૂપીયે છીએ. તમારી મહાવિદેહવાળી માન્યતાને શો શાસ્ત્રાધાર છે ?
સમાધાન – કેવળજ્ઞાન સ્વરૂપ પોતાના આત્માની પરદ્રવ્ય અને પરભાવોથી ભિન પ્રતીતિ, ક્વચિત્ મંદ-ક્વચિત્ તીવ્ર ક્વચિત સ્મરણ - ક્વચિત્ વિસ્મરણ ધારારૂપે જ્યાં સુધી વર્તતી હોય ત્યાં સુધી તે પ્રતીતિધારાને ક્ષાયોપથમિક સમ્યક્ત કહેવાય અને એકધારાવાહી પ્રવાહે તે અખંડ પ્રતીતિને ક્ષાયિક સમ્યક્ત કહેવાય. ક્ષાયોપથમિક-સમકિત જીવને સ્વરૂપાનુસંધાનપૂર્વક પર ચિંત્વન થાય ત્યાં સુધી તેની તે દશા સમ્યક ગણાય, પરંતુ અભ્યાસકાળ પર ચિંતન સમયે ક્વચિત્ સ્વરૂપાનુસંધાન છૂટી પણ જાય ત્યાં ચૈતન્યની એકલી પરવ્યવસાયિતા થઈ ગણાય તેવી દશા મિથ્યા ગણાય. તેવી હાલતમાં યોગાનુયોગે જો આયુબંધ થાય તો તત્સમયી અધ્યવસાય પ્રમાણે ચારે ગતિઓમાંથી કોઈ પણ ગતિનું આયુબંધ થાય - આ સહજે સમજાય તેવી વાત છે.
શ્રીમને સ્વાત્મપ્રતીતિધારા જ્યારે ક્ષાયોપથમિકભાવે વર્તતી હતી, ત્યારે એક વખતે શ્રી સીમંધર પ્રભુના સત્સંગ-પ્રસંગને ચૈતન્ય ટેલીવિઝન પદ્ધતિએ જોઈને ઉલ્લાવાસમાં આવી જઈ મત્તે ભવે તુમ ઘના આ સૂત્રાનુસાર તેમના શરણભાવમાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે સ્વાત્મપ્રતીતિધારા છૂટી ગઈ અને મનુષ્યાય બંધાઈ ગયું. ક્ષાયિકધારા તો તેમને ત્યારપછી સિદ્ધ થઈ.
નિદાન રહિત જો મનુષ્યાય બંધાય તો તે સમકિતી જીવ ભોગભૂમિમાં જાય એ બનવા યોગ્ય છે, પરંતુ નિદાનયુક્ત મનુષ્યાયુબંધને ઉપરોક્ત સિદ્ધાંત લાગુ પડી શકે નહિ. વળી સમ્યકત્વની ચાલુ ધારામાં કે જ્યાં નિદાનની સંભાવના નથી ત્યાં જો આયુબંધ થાય તો તે દેવાયુરૂપે હોય એમ સમજાય છે. એમ આગમ તથા ૧૯૪
રાજગાથા