________________
કળશ-કાવ્યો સફળ થયું ભવ હારૂં હો કૃપાળુદેવ !
પામી શરણ તમારું હો કૃપાળુદેવ ! કળિકાળે આ જંબુ-ભરતે, દેહ ધર્યો નિજ-પર-હિત શરતે,
ટાળ્યું મોહ-અંધારૂં હો કૃપાળુદેવ ! સફળ...૧ ધર્મ-ઢોંગને દૂર હટાવી, આત્મધર્મની જ્યોત જગાવી;
કર્યું ચેતન-જs ન્યારૂં હો કૃપાળુદેવ !... સફળ...૨ સમ્યમ્ દર્શન-જ્ઞાન-રમણતા, ત્રિવિધકર્મની ટાળી મમતા; સહજાનંદ પ્યારું હો કૃપાળુદેવ !.. સળ...૩
એક અનુમોદના પત્રા તા. રપ/૧૨/૨૦૧૭ મુ. શ્રી પ્રતાપભાઈ ટોલિયા, જય પ્રભુ.
ઉપાસ્યપદે ઉપાદેયતા - પુસ્તિકા શ્રધ્ધાનો એક અવ્વલ નંબરનો નમૂનો છે. મહાવિદેહી દશા-વિદેહી’ દશા અને “મહાવિદેહક્ષેત્રની - કેવળીની દશા !!!
પંચમહાવ્રતધારી જૈન સાધુ, એક ગૃહસ્થને મહાવીર-વીતરાગ- કે પૂર્ણ પુરુષ તરીકે ઓળખે-ઓળખીને પાછા આરાધે, આરાધના કરે અને અન્યને કરાવવાના ભગીરથ પ્રયાસરુપે કાગળે ચડાવી શકે !! - સમ્પ્રદાયની પકડમાંથી સિંહ જેમ બહાર નીકળી જઈ, પરમકૃપાળુદેવ-બાહ્યથી ગૃહવેશધારીને “વીતરાગ' તરીકે ગાવા-પ્રતીત કરવા અને કરાવવા તે પરમદુર્લભ શ્રધ્ધા તે જ “સમ્યકદર્શન’ - કાઈ સમકિત થાય તો કપાળે શિંગ થોડું ફૂટે?
શાસ્ત્રને આધારે સાબિત કરી કૃપાળુદેવને ભગવાન તરીકે ગાનાર આ યોગીરાજરાજમાર્ગના યોગીને નમસ્કાર.
સંપ્રદાય, સંપ્રદાયના વેષ, સંપ્રદાયના આશરાને ઠુકરાવી પરમકૃપાળુદેવને ભગવાન તરીકે ઓળખ્યા અને ભવ સફળ કર્યો અને કેટલાયને મૂળમાર્ગે વાળ્યા !
- ડૉ. દીપક તુરખિયાના જય પ્રભુ મહત્વની સંપાદકીચ નોંધઃ આ સારા યે મહત્ત્વપૂર્ણ પ્રકરણની વચ્ચે નોંધ મૂકી સૂચવ્યું તેમ, શ્રી. સહજાનંદઘનજીના સ્વયંના હિન્દી અનુવાદવાળી, ભારે ઓજભરી શ્રાવ્ય સી.ડી. વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી તેમના સ્વયંના જ પ્રેરક અવાજમાં તૈયાર થઈ છે, જે શ્રવણીય અને સર્વત્ર પ્રસારણીય છે. આ પ્રકરણે અનેક સાધકોને ઉત્સાહિત કર્યા છે. તેમાં છેલ્લે ડૉ. દીપકભાઈ તુરખિયા જેવા સાધકવર્યનો ચિંતનીય પત્ર ઉપર અપાયો છે. -પ્ર. ૧૯૮
રાજગાથા