________________
વિશ્વવિદ્યાલયના મંગલ મંડાણઃ શ્રીમદ્ભી વીતરાગ વાણી દ્વારા રત્નકૂટે
૧૯૭૦ના મે માસમાં તેમની નિશ્રામાં આવી વસ્યા પછી તેમણે પૂજ્ય પંડિતજીની ઉપર્યુક્ત, અભૂતપૂર્વ જૈન વિશ્વવિદ્યાલય-સંસ્થાપનાની ભાવનાને અતિ પ્રસન્ન અને પ્રમોદભાવપૂર્વક એવા તો આશાતીત-કલ્પનાતીત સ્વરૂપે સ્વીકાર કરી લીધી કે તેમાં કોઈ અકળ પરમગુરુસંકેત નિહાળીને હું તો દંગ જ થઈ ગયો! આશ્રમપ્રમુખ વડિલબંધુ પૂ. ચંદુભાઈની સાથે થયેલી આ વિષય પરની પ્રથમ બેઠકમાં જ તેમણે પરમ ઉદાર સંમતિ પ્રગટ કરી દીધી :
કરો, પ્રતાપભાઈ ! સાર્થક કરો મહાપ્રાજ્ઞ પંડિતજીની આ યુગાપેક્ષી વિશ્વવિધાલય સંસ્થાપનાની આર્ષ-ભાવના ! આપ સરસ્વતી-પુત્ર છો, પંડિતજીના આદેશ-આશીર્વાદ લઈને આવ્યા છો, એક ને એક દિવસે એ પૂર્ણ થશે જ. ઉપચકાઓ અને ગિરિગુફાઓની રત્નકૂટની આ સુયોગ્ય પવિત્ર સાધનાભૂમિ છે.... બોલો, આ માટે આપને કેટલું ધન જોઈએ ?”
કંઈક સંકોચપૂર્વક મેં ઉત્તર વાળ્યો : “વીસેક લાખ રૂપિયા....”
“બસ, વીસ લાખ જ? વીસ કરોડ શા માટે નહીં ? જૈન સમાજમાં પૈસાનો ક્યાં તોટો છે ?... પહેલાં વીસ કાર્યકર્તા વ્યક્તિ લઈ આવો, જે આપના સમા સમર્પિત હોય, ગાંધીવિચાર અને મિશનરી સ્પિરિટવાળા હોય.. બાકીનું બધું થઈ જશે. આપ જે કાંઈ પણ કરવા ઈચ્છો તે શીધ્ર જ આરંભ કરી દો : આ વિશ્વવિદ્યાલય દ્વારા આપણે વિશ્વસમસ્તને વીતરાગ-વાણીથી અનુગંજિત કરી ભરી દેવું છે, કે જે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અમૃત-વચનોમાં જ ભરેલી છે.”
આ પરત્વે, સાથે બેઠેલા આશ્રમપ્રમુખ વડિલબંધુએ પણ સંમતિ દર્શાવતા કહ્યું કે, “પ્રથમ બે લાખ રૂપિયા તો હું જ આપી દઈશ. ચિંતા ન કરો અને કાર્ય આરંભ કરી દો. તમે જેન વિશ્વવિદ્યાલયનું પ્રારુપ તૈયાર કરી નિર્માણની દિશામાં આગળ વધો. તમે એવા બેનમૂન વિશ્વવિદ્યાલયનું સર્જન કરો અને હું ગુરુદેવ-આદેશિત નિરાળા જ જિનાલયના નિર્માણમાં પ્રવૃત્ત થઈ રહ્યો છું, જેનો પ્લાન-નકશો પણ બની ચૂક્યો છે. આ બંને નિર્માણો દ્વારા આપણે બંને બંધુ રત્નકૂટની આ આશ્રમભૂમિ ઉપર વસ્તુપાળ-તેજપાળવત્ મહાન કાર્ય જીવનમાં સંપન કરીને જઈએ.”
આ બંને આર્ષદર્શક, હિતચિંતક પૂજ્યજનોના આવા પ્રોત્સાહનોથી બહુ પ્રભાવિત અને આનંદિત થયો. તેમાં પૂજ્ય પંડિતજીના જ આશીર્વાદ જોયા. પ્રસ્તુત પરાવિદ્યાશ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિઃ ૨૦૩