________________
માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે. આમ હોવા છતાં એ કોઈ સામાન્ય કરામત નથી કે આપણે લોકોએ તેમને – શ્રીમ – ભારતના એક ખૂણામાં જ (= ગુજરાતમાં જ) છુપાવીને રાખ્યા છે – કારણ કે મતપંથરૂપી વાદળોની ઘટામાં સૂરજને એવો દબાવી-સંતાડી રાખેલ છે કે ભાગ્યે જ કોઈ તેમનાં દર્શન કરી શકે ! 3ૐ” (૧૯૭૦ : હેપી)
આ જ્ઞાન-સૂર્યની આજ સુધી ઘણી પ્રતીક્ષા રહી છે.
શ્રી સહજાનંદઘનજીએ આ જ વાત પ્રબળરૂપે પોતાની પ્રસાદ-ઓજ-માધુર્યભરી વાણીમાં ૧૯૬૭ની શ્રીમદ્ શતાબ્દીની ટેઈપ “વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજીમાં રજૂ કરી છે. તો આવા શ્રીમદ્જીવનદર્શન-કવનને સમર્પિત શ્રી સહજાનંદઘનજી પાસે મોકલવાનો, સ્વયં પણ શ્રીમસંનિષ્ઠ એવા મહાપ્રાજ્ઞ પંડિતશ્રી સુખલાલજીનો, અનેક ભાવિ સંભાવનાઓનું આર્ષ એવું પૂર્વદર્શન કરીને, આ લેખકને આદેશ થયો ! પૂજ્ય પંડિતજીની ઉંમર ત્યારે ૯૦ નેવું વર્ષની.
તેમના આ આદેશમાં અનેકોનાં હિત સમાયેલાં હતા : મારા પોતાના ઉપરાંત શ્રીમદ્રસાહિત્યના અને જીવન-વિદ્યા આત્મવિદ્યાઓના ઉપેક્ષિત રહેલા ક્ષેત્રોના. મારું અને મારા જેવા સામાન્ય અભ્યાસીના હાથે થનારા નવા સર્જનનું તેમણે લાંબાગાળાનું કોઈ હિત જોયું. કદાચ ગૌતમ સ્વામીવત્ તેમના પ્રત્યેના મારા પ્રશસ્ત રાગ-બંધનને તોડાવવાનું તેમજ મારી થનારી અગ્નિપરીક્ષાઓ દ્વારા મારી વધુ ઊંચી યાત્રા કરાવવાનું તેમની અગમ દૃષ્ટિમાં હશે !
. અને “દક્ષિણાપથની સાધનાયાત્રા” કરાવીને ઉપકારક પૂજ્ય પંડિતજીએ મને ગુજરાતની જન્મભૂમિ છોડાવીને દૂર દક્ષિણમાં કર્ણાટકમાં બેંગલોર અને કંપની આત્મજ્ઞાની શ્રીમદ્જી-સમર્પિત શ્રી સહજાનંદઘનજીની પરાભક્તિમયી નિશ્રા-ભૂમિમાં પરિવાર સાથે મોકલ્યો.
આમ મારી આગળની સાધનાયાત્રા પરમ પ્રેરક નિમિત્ત પણ અગ્રજ બંધુ સાથે આર્ષદૃષ્ટા પંડિતજી જ બન્યા. તે સમયે, એપ્રિલ ૧૯૭૦માં અન્ય ઉપકારક પૂજ્ય ગુરુદયાલ મલ્લિકજીનું મહાપ્રયાણ થયેલું. એ સંત-વિયોગ દુઃખ સાથે પૂજ્ય પંડિતજીની પ્રેમ વાત્સલ્ય ભરેલી નિશ્રાને છોડવાના વિરહ-વિયોગનું દુઃખ પણ ભરેલું હતું. તો બીજી બાજુથી એક નવા ક્ષેત્રની સૃષ્ટિમાં પૂર્વ-પરિચિત અન્ય અનન્ય પરમગુરુની પાવન નિશ્રામાં જવાનો આનંદ પણ હતો. એ આનંદમાં સમાયેલી હતી પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાત્રનું અભિનવ રવરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિઃ ૨૦૧