________________
આ અરસામાં, વિશેષતઃ ૧૯૬૭ની શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દીથી અવારનવાર એક વિનમ્રતાની મૂર્તિ એવા અને પ્રસિદ્ધિથી દૂર રહી ગુપ્તપણે વિચરતા જૈન મુનિ તેમને અમદાવાદ આવીને મળતા. એ હતા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે, સ્વયં યુવાવયથી સર્વસંગપરિત્યાગી વ્હે. સાધુ હોવા છતાં, જીવન-સમર્પિત થયેલા શ્રી ભદ્રમુનિસહજાનંદઘનજી (પ્ર.જી.માં તેમનું એક સંક્ષેપ જીવન પ્રકરણ પ્રકાશિત થયું છે). આ લેખકને પણ તેમનો પ્રથમ અને પ્રેરક પ્રભાવભર્યો પરિચય વિદુષી વિમલાતાઈ સંગે ઈડર પહાડ પરના શ્રીમદ્ ધ્યાન-ધામમાં થઈ ચૂકેલો. પૂ.શ્રી સહજાનંદઘનજીએ, પોતાને યુગપ્રધાનપદ પ્રાપ્ત થયા છતાં, સ્વયંને ગોપવીને, દાસાનુદાસરૂપે માનીને શ્રીમદ્ રાજચંદ્રજીના નામે આશ્રમ સ્થાપેલો – કચ્છ ગુજરાતથી ભારતભરના તીર્થોમાં વિચરીને અને ગુફાઓમાં મૌનપૂર્વક, ઠામ-ચોવિહારયુક્ત પરિષહો અને ઉપસર્ગો સહ્યાં બાદ ! યુગપ્રધાન ભદ્રબાહુસ્વામીની કર્ણાટકની યોગભૂમિમાં, જંગલમાં મંગલવતુ, સુરમ્ય રત્નકૂટ પર્વતિકા પર, ભગવાન મુનિસુવ્રત સ્વામી અને ભગવાન રામની કિષ્ક્રિધાનગરી અને વિજયનગરના હેપીના ખંડેરો ને ગુફાઓના સ્થાન પર એ આશ્રમ તેમની અસામાન્ય આત્મસાધનાની સાક્ષી આપતો આજે ઊભો છે !!
શ્રી સહજાનંદઘનજી પાસેથી પંડિતશ્રી સુખલાલજીએ આ અદ્ભુત આશ્રમની સર્જન-ગાથા સાંભળી. વિશેષમાં એ જ આશ્રમના પ્રમુખ અને આ લેખકના અગ્રજ સ્વ. શ્રી ચંદુભાઈ પણ બે મહા-સ્વપ્નો સેવતા પૂજ્ય પંડિતજીને બે વખત અમદાવાદ આવી મળ્યા. તેમણે તેમને વિનંતી કરી તેમના આ અનુજને હેપી-બેંગલોર આવીને, શ્રી સહજાનંદઘનજીની આર્ષભાવના અનુસાર એ બે મહાનિર્માણોમાં સાથ-સહયોગશક્તિ આપવાની. શ્રી સહજાનંદઘનજીની, શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય-દ્વારા વિશ્વભરમાં વીતરાગવાણી અનુગ્રંજિત કરવાની-ગુંજાવવાની, ભવ્ય ભાવનાઓ હતી. એ દૃષ્ટિએ વર્તમાનકાળના ઓછા જ શ્રીમસાધકો કે આશ્રમોએ વિચાર્યું હશે ! તેમની આ અભૂતપૂર્વ, અનન્ય, અત્યંત ઉપાદેય અને અનુમોદનીય અંતરંગ ભાવના આવી હતી : “પ્રતીક્ષા છે સૂર્યની.. !”
શ્રીમતુ સાહિત્ય ગુર્જરસીમાને ઓળંગીને હિન્દી ભાષી વિસ્તારોમાં મહેકવા લાગે એ પણ વાંછનીય છે. મહાત્મા ગાંધીજીના આ અહિંસક શિક્ષકને ગાંધીજીની જેમ જગતની સમક્ષ પ્રસ્તુત કરવા જોઈએ, કે જેથી જગતું શાંતિની શોધમાં સાચું
૨૦૦
રાજગાથા