________________
પંડિતજીની એક આર્ષદૃષ્ટિ ભરેલી પરિકલ્પનાની પરિપૂર્તિની આજ્ઞા. અદ્ભુત હતી, અભૂતપૂર્વ અને અદ્વિતીય હતી પંડિતજીની એ સુદીર્ઘ ઊંડી ઈચ્છા ભરેલી પરિકલ્પના. એ હતી – પ્રધાનતઃ આરંતુ આત્મવિદ્યાયુક્ત સર્વ જીવન-વિદ્યાઓના એક અભૂતપૂર્વ જૈન વિશ્વવિદ્યાલયના નૂતન નિર્માણની. વિશાળ વિશ્વવિદ્યાલયની પંડિતજીની આર્ષ ભાવના :
આ અસામાન્ય કાર્યને ઉપાડી લઈને સિદ્ધ કરવા માટે તેમણે તેમની અંતર્વેદના અને એક આર્ષદૃષ્ટિ ભરેલો આદેશ અને મંગલ આશીર્વાદ, તેમનું પાવન સાનિધ્ય છોડતી વેળાએ આપેલો. એ હતો :
“આપણો જૈનોનો એ મહાપ્રમાદ છે કે આપણે ગત ૨૫૦૦ વર્ષોમાં, આપણી પાસે પરા-અપરા સર્વ વિધાઓની વિશાળ સંપદા હોવા છતાં પણ, તક્ષશિલા અને નાલન્દાની કોટિના એક પણ જૈન વિશ્વવિદ્યાલયનું નિર્માણ નહીં કર્યું છે... તમે લેખક અને ગાયક છો એટલે પુસ્તકો તો લખશો અને રેકર્ડો પણ ઉતારશો, પરંતુ આવા વિશ્વવિદ્યાલયના નિર્માણનું યુગસાપેક્ષ મહાકાર્ય કરો. હંપીના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પર આ કાર્ય કઠિન હોવા છતાં પણ સંભવ બની શકશે, કારણ કે ત્યાં શ્રી સહજાનંદઘનજી-ભદ્રમુનિજી ભારે વિશાળ દૃષ્ટિવાળા સપુરુષ છે, સંપ્રદાયમુક્ત છે અને તેમની સાથે મારો સાર્થક પરિચય થયો છે. વળી તમારા મોટાભાઈ ત્યાંના આશ્રમ-પ્રમુખ છે, તેમની સાથે પણ મારી વિસ્તૃત વાતચીત થઈ છે. આજીવિકા અર્થે વ્યવસાયમાં તમારી ભાગીદારી ઉપરાંત તેઓ આ વિધા-કાર્યમાં પણ તમારી સહાયતા કરશે એવો મારો વિશ્વાસ છે. માટે શુમતે પંથાનઃ !”
બસ, ગુપમ્ વિવારીયા આર્ષદૃષ્ટા, સર્વ હિતસ્રષ્ટા પૂજ્ય પંડિતજીના આ આજ્ઞા-આશીર્વાદને નિઃશંક આનંદભાવથી માથે ચઢાવીને, તેમનું પાવન સાનિધ્ય અને ગૂજરાત વિદ્યાપીઠનું પ્રતિષ્ઠાયુક્ત પ્રાધ્યાપક ત્યાગીને અમદાવાદ છોડી બેંગલોર અને હિંપી આવીને વસ્યો. શ્રીમદ્ રાજચંદ્ર શરણાગત સહજાનંદઘનજીના ચરણોમાં શ્રીમદ્ સમર્પિત થઈ ગયો. તેમણે પણ ભારે ઉલ્લાસ અને પ્રસન્નતાની અમીવર્ષા કરીને મને અને અમારા સારાયે પરિવારને અપનાવી લીધા. શ્રીમદ્જીની સિદ્ધ સાધનાભૂમિ ઈડર પહાડ પર સુશ્રી વિમલાતાઈ સાથે તેમનો પ્રારંભિક પ્રેરક પરિચય તો મને થઈ જ ચૂકેલો.
૨૦૨
રાજગાથા