________________
શંકા – તીર્થકર તો ચોવીશ જ હોય; પચ્ચીશ કઈ રીતે ?
સમાધાન – પચ્ચીસમો તીર્થકર શ્રી સંઘ કહેવાય છે. આ વાત તો સાચી ને? શ્રીસંઘ એટલે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાનો ચતુર્વિધ સમુદાય. જો એ આખા સમુદાયને પચ્ચીસમો તીર્થકર ગણીયે, તો તે તારશે કોને ? કારણ કે તે તો પોતે જ તારકપદ ર્યો ! ત્યાં પછી તાર્ય-તારક-સંબંધ ક્યાં રહ્યો? તે સંબંધના અભાવે તાર્યપદ અને તારકપદ એ બંને પણ અસિદ્ધ ઠરશે માટે એનો તાત્પર્ય અર્થ બીજો હોવો જોઈએ.
તીર્થકરના અભાવ કાળે તારકપણાની જવાબદારી ઉપાડવામાં પોત-પોતાના સમયે શ્રીસંઘમાં જે અદ્વિતીય પુરુષ વિશેષ હોય તે યુગપ્રધાન સપુરુષ કહેવાય. તેઓ પણ તારવાનું કામ કરતા હોવાથી અપવાદે તીર્થકર કહી શકાય. ફલિતાર્થ એ આવ્યો કે “શ્રી સંઘ એ પચ્ચીસમો તીર્થકર નહિ, પરંતુ તે માંહેનો યુગપ્રધાન સપુરુષ જ પચ્ચીસમો તીર્થકર ગણાય છે. એ જ ન્યાયે વૈદિક પરંપરામાં પૂર્ણાવતાર અને અંશાવતારની કલ્પના કરાઈ છે.
શ્રીમદ્ રાજચંદ્રજી તે કાળ તે સમયના યુગપ્રધાન પુરુષ હતા. એમનામાં તથા પ્રકારની તારક શક્તિ હતી, માટે જ નગારા પર ડંડાની ચોટે કહ્યું કે “તીર્થકર જે સમજ્યા અને પામ્યા છે. આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયા કરી રાખ્યો છે. જો કે તીર્થકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી. - પત્રાંક-૧૭૦.”
જેમ તીર્થકર એ એક વિશેષ પદ છે તેમ યુગપ્રધાન પણ એક વિશેષ પદ છે. કેવળ આચાર્યપદની સાથે જ એ પદનો કાંઈ સીમિત સંબંધ નથી, પરંતુ ઉત્સર્ગે સામાન્ય કેવળીથી માંડીને ક્ષાયિક સમ્યકત્વ યુક્ત દ્રવ્ય-ભાવસાધુપદ પર્યત અને અપવાદે ક્ષાયિક સમ્યકત્વવંત ભાવસાધુપદ પર્યત એ પદની વ્યાપ્તિ છે. પોત-પોતાના સમયે જેની તારકપુચાઈ અદ્વિતીય હોય તે યુગપ્રધાન ગણાય છે જેમકે કેવળીમાં પ્રથમ યુગપ્રધાન આર્ય સુધર્માસ્વામી ગણાયા અને સાધુપદમાં દુપ્પસહો જા સાહુ દુપ્પટાહસાધુ અંતિમ યુગપ્રધાન બતાવાય છે તેમ જ અપવાદે શ્રીમદ્ રાજચંદ્ર પણ યુગપ્રધાન હતા એમ જ્ઞાનીઓની કૃપાથી જાણ્યું છે. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય
૧૭