________________
સમાધાન – જેમની પરાભક્તિની પ્રશંસા સમય-સમયે ઈંદ્રસભામાં પણ થઈ રહી છે એવા એ મહાપુરુષે કેવળ નિખાલસ ભક્તિબળે હજારો અને પાટીદારોને ભક્તિના રંગે રંગી, પ્રથમ પોતાની તરફ શ્રદ્ધાન્વિત થવા દીધા. થોડા સમય પછી તેમાંના કેટલાક ભોળા ભક્તો પૂર્વ સંસ્કારવશ જણ-જણને ગુરુ માનવા લાગી ગયા, જે અનર્થનું કારણ હતું. તેથી લાગ જોઈને એમણે સૌને એક ખીલે બાંધવા ઉપરોક્ત પ્રતિજ્ઞા કરાવી. તે પ્રતિજ્ઞામાં દેવતત્વ અને ગુરુતત્વની અભેદ વિવક્ષા છે. ભેદવિવક્ષાકાળે તો તેઓ શ્રીમદ્દ પરમાત્માપણે જ ઓળખાવતા; અને એમની ઓળખાણ કરાવવામાં પોતે ગુરુપદની ભૂમિકા ભજવતા. કારણ કે જે દેવતત્વ અને ધર્મતત્વને ઓળખાવે એ જ ગુરુપદ કહેવાય છે.
જો તેઓએ શ્રીમદ્દી આરાધ્યપણે ઓળખાણ કરાવી ન હોત, તો આટલા બધા ભક્તોમાંથી કોણ-કોણ પોતાની મેળે શ્રીમદ્ આરાધ્ય સમજી એમની આરાધના કરી શકત? કારણ કે પોતાને તો તથા પ્રકારનું જ્ઞાન નહોતું. એ જ ન્યાયથી સાધકીય જીવનમાં ગુરુપદની અનિવાર્યતા સ્વીકારવામાં આવી છે. અન્યથા દેવપદ અને ગુરુપદની કથંચિત્ ભિન્નતાનું પ્રતિપાદન જ્ઞાનીઓએ કર્યું ન હોત.
જેમણે શ્રીમદ્ગી હાજરીએ એમને પૂર્વસંસ્કારબળે સ્વતઃ જ્ઞાનીપણે ઓળખ્યા, ઓળખીને એમના જ બોધે બોધિ-સમાધિ-લાભ પામ્યા તેઓના તો શ્રીમદ્ ગુરુ પણ હતા અને દેવ પણ હતા; પરંતુ શ્રીમદ્ભા દેહવિલય પછી એમની ઓળખાણ જેમણે કરાવી તેઓ તો ઓળખાણ પ્રાપ્ત કરનારાના ગુરુ જ ગણાય. શ્રીમદ્ તો તેમના આરાધ્યદેવ જ ગણાય, પરંતુ ગુરુ નહિ જ. આ રહસ્ય છે.
કેવળ એકાંતિકપણે ઉભય સાપેક્ષ તત્વને એક નિરપેક્ષ માનવા જ વસ્તુનું અનેકાંતિક સ્વરૂપ ઓળખાતું નથી અને તેના અભાવે સમ્યક ઉપલબ્ધિ થઈ શકતી નથી. માટે તે હેય છે.
ઉપરોક્ત તથ્યને અનુસરીને જ આ દેહધારીની પ્રરૂપણ-નીતિ છે. માટે એમાં કોઈ પ્રરૂપણાભેદ નથી-જ-નથી; તેમ છતાં જેમને એ ભેદ ભાસે છે, તે તો તેમની જ બુદ્ધિનો ભેદ છે.
શંકા – શ્રીમદ્ પોતે પોતાને શું પચ્ચીસમા તીર્થકર મનાવતા હતા?
સમાધાન – ના; પરંતુ કેટલાક નિંદક મિત્રો શ્રીમન્ની પચ્ચીસમા તીર્થ નામે મજાક ઉડાવી ગયા છે અને ઉડાવે છે ખરા ! તેમ છતાં એમાંનો મજાકનો ભાવ બાદ કરી બાકીને તપાસીયે તો વાત કથંચિત માન્ય કરવા યોગ્ય ખરી.
૧૬
રાજગાથા