________________
ण उ होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा ॥ लिंगं मुत्तु दंसणणाणचरित्ताणि सेयंति ॥ ४०९ ॥
―
वि एस मोक्खमग्गो पाखंडीगिहिमयाणि लिंगाणि । दंसणवाणचरित्ताणि मोक्खमग्गं जिणा बिंति ॥ ४१० ॥ तम्हा दुहित्तु लिंगे सागारणगारएहिं वा गहिए । दंसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे ॥ ४११ ॥ અર્થ - નાના પ્રકારના સાધુ-પાખંડીવેશ અને ગૃહસ્થવેશ ધારણ કરીને મૂઢઅજ્ઞાનીજનો એવી એકાંતિક પ્રરૂપણા કરે છે કે ‘આ વેશ જ મોક્ષમાર્ગ છે’, તેઓને અપ્રમત્ત-યોગી આચાર્ય કુંદકુંદ એમ સમજાવે છે કે ‘વેશ એ કાંઈ મોક્ષનો માર્ગ નથી” કેમ કે અદ્વૈતદેવ પણ દેહથી નિર્મમ હોવાથી ઉલ્ટાનું દેહાશ્રિત વેશભુષાને તજીને દર્શન-જ્ઞાન-ચારિત્રને ભજે છે. માટે નિશ્ચયથી સાધુવાંગ કે ગૃહસ્થસ્વાંગ એ મોક્ષમાર્ગ નથી કેમ કે તે શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે; પરંતુ દર્શન-જ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે કેમ કે તે આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. આ કારણથી હે આત્માર્થીઓ ! આગાર કે અણગારની વેશભુષાના આગ્રહો તજી પોતાના આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જોડો.
વળી “સિદ્ધા પત્તરસ મેવા” અર્થાત્ પંદર ભેદે સિદ્ધ. આ.વે. આગમકથન જગ જાહેર છે, તેમાંથી એક પણ ભેદને ઉત્થાપનારા ઉત્સૂત્રભાષીને અનંત સંસારી થવું પડે છે - એવી દિવ્યધ્વનિ સંભળાવનારા ભવભીરુથી કેવળ મનકલ્પિત સ્વલિંગ માત્રનો જ એકાંતિક આગ્રહ કેમ થઈ શકે ?
નાટક કરતે-કરને નાટક જોતે-જોતે, શૃંગાર સજતે-સજતે કે લગ્નનાં ફેરા ફરતેફરતે; ખાતે-ખાતે કે સફર કરતે-કરતે; જીવદયા ચિંતવર્ત-ચિતવતે કે ગરદને છરી ચલાવતે-ચલાવતે, એમ નાના પ્રકારની બાહ્ય ચેષ્ટાઓ છતાં જ્યાં ઉત્તમ નિમિત પામીને જીવ સવળીએ વળ્યો કે વિના સાધુસ્વાંગ છતાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થયાના અનેક પુરાવાઓ શ્વે. સાહિત્યમાં જોવાય છે.
જ્યાં કેવળજ્ઞાન થયું ત્યાં સાધ્યની સિદ્ધિ થઈ, પછી સાધકપણું ક્યાં રહ્યું ? કે જેથી સાધનો વસાવવાં પડે ?
વંદનીય કોણ કેવળજ્ઞાન કે ઓઘામુહપત્તિ આદિ સાધુસ્વાંગ ? જો ઓઘા-મુહપત્તિ આદિ વંદનીય હોત તો તેના મેરૂ જેટલા ઢગલા વ્યર્થ કાં બતાવાય છે ? ઓઘા તો ગોરજીઓ પાસે પણ છે તેમને કાં અવંદનીય ઠરાવો છો ? જેમ તેમની પાસે મુનિપણું નથી તેમ ઓઘામુહપત્તિ હોવા છતાં જેને આત્મજ્ઞાન કે જેના વડે આત્મા દેહથી
રાજગાથા
૧૯૨