________________
ભિન્ન પ્રત્યક્ષ જોઈ-જાણી શકાય છે તે ન હોય તો તેને પણ મુનિપણું નથી, કારણ કે મુનિપણું તો આત્મજ્ઞાન વડે જ હોઈ શકે - અબળાનેળ મુળિ હોર્ એમ આચારાંગ સૂત્ર કહે છે; માટે તે વંદનીય-પૂજનીય હોઈ શકે નહિ. વંદનીય-પૂજનીય તો જ્ઞાનાદિ આત્મગુણો છે, અજ્ઞાનાદિ નહિ. શાસ્ત્રજ્ઞાન એ તો જ્ઞાનીઓના જ્ઞાનની સ્થાપના છે, તે ઉધારે લીધેલી રકમનો બીજો કોઈ માલિક બની શકે નહિ.
પોતાને આત્મજ્ઞાન ન હોવા છતાં જેઓ પોતાને સુગુરુ માની-મનાવી ભક્તો દ્વારા પોતાની વિવિધ વંદના અને સોનાના ફુલડે નવાંગે પૂજના કરાવવાની રસવૃત્તિ ધરાવે છે, તથા આત્મજ્ઞાનીઓની આશાતના કરવા-કરાવવામાં પોતાનું પહારથીપણું વખાણે છે, તેમની શી ગતિ થશે ? એ જોતાં સખેદ આશ્ચર્ય થાય છે. કારણ કે તેવા આચાર્યો નવ-પાંચડાની પૂર્તિ માટે પોતાની કમર કસી રહ્યા છે.
જેને જે ભવે ક્ષાયિક સમ્યક્ત્વ થાય તેને તે જ ભવે અથવા બીજે કે ત્રીજે ભવે અને ક્વચિત્ વિકલ્પથી ચોથે ભવે સંપૂર્ણ કેવળજ્ઞાન થાય જ. તેઓ પૈકી કોઈ તીર્થંકર નામકર્મ યુક્ત હોય અને કોઈ ન હોય - આ વાત સૈદ્ધાંતિક છે.
ક્ષાયિક સમકિતની પ્રગટતાને લીધે જેમ ભાવિ તીર્થંકર, વર્તમાન તીર્થંકરવત્ આરાધ્ય છે, તેમજ ભાવિ સામાન્ય કેવલી પણ વર્તમાન જિનવત્ આરાધ્ય છે.
વર્તમાનદશાની ઉપેક્ષા કરીને અદ્યાવિધ બાહ્યસાધુતા ન હોવા છતાં ભાવિ જિનેશ્વર શ્રી શ્રેણિકાદિના જીવદ્રવ્યની વર્તમાન જિનેશ્વરવત્ આરાધના જેમ ઉપાદેય છે અને તેથી તેમની મૂર્તિપૂજાદિ ગુણરૂપ છે; તેમ જ વર્તમાન ક્ષાયિકદંષ્ટા, અખંડ સ્વરૂપજ્ઞાની, ઉત્કૃષ્ટ અપ્રમત્ત સંયમી અને ભાવિ સંપૂર્ણજ્ઞાની યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીની આરાધના વર્તમાન જિનવત્ ઉપાદેય છે જ અને તેથી એમની મૂર્તિ અને અનુભવવાણી પણ વંદનીય, પૂજનીય યાવત્ આરાધનીય છે-જ-છે. તેમ છતાં “માને તેના દેવ-ગુરુ અને પાળે તેનો ધર્મ છે”. જે જેના નિમિત્તે તરવાના હોય તે તેના નિમિત્તે જ તરે. બધાને કાંઈ એક જ નિમિત્ત ન જ હોય. ત્યાં પછી ભિન્ન નિમિત્તતામાં વિવાદ શો ?
ચૈતન્ય-ટેલિવિઝન પદ્ધતિએ જોતાં તો શ્રી શ્રેણિકના જીવદ્રવ્યની વર્તમાને નૈગમનયે પ્રભુતા દેખાય છે; જ્યારે શ્રીમદ્ રાજચંદ્રદેવના જીવદ્રવ્યની તો વર્તમાને એવંભૂતનયે પ્રભુતા પ્રગટેલી દેખાય છે, કારણ કે તેઓ મહાવિદેહક્ષેત્રે શ્રી સીમંધર તીર્થંકરના સમવસરણમાંની કેવળીપર્ષદામાં બિરાજેલા છે. જ્ઞાનીઓની કૃપાથી આ આત્માને એની સુપ્રતીતિ વર્તે છે. પછી ભલે કોઈને માન્યામાં આવે યા નહિ, તેમ છતાં સત્પ્રતીતિને તેથી લેવા-દેવા નથી.
ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય
૧૯૩