________________
એની સાથે આવેલા બાપડા ભોંઠા પડી ગયા અને જાહેર કર્યું કે અમને છેતરીને એ અહીં તેડી આવ્યો. આખરે કંટાળીને સૌ ચાલતા થયા, જેથી એ પણ પંથે પડ્યો. આમ પૂર્વગ્રહ બાંધીને આ આશ્રમનો પાયો ઉખેડી નાખવા એણે પ્રતિજ્ઞા કરી.
પ્રતિજ્ઞાપાલન અર્થે હજારો રૂપિયા ખર્ચી અનેક પત્રિકાઓ થોકબંધ છપાવીને પ્રચારિત કરી. અનેક ગામ-નગરોમાં પોતાના ગોઠીઆઓને પ્રચારાર્થે મોકલ્યા. પ્રચારિત પત્રિકાઓમાં એણે પોતાનું ઉભરાઈ જતું આત્મજ્ઞાન ઠાલવ્યું, આ દેહધારીને અનેક કલંકો આપીને એને ઉતારી પાડવામાં કોઈ કસર ન રાખી. પરિણામે ગચ્છવાસીઓને પરમ કૃપાળુદેવની નિંદા કરવાનો મોકો મળ્યો. તેઓએ પોતાની શક્તિ, ગામો-ગામ વિચારીને અહીં આવતા જિજ્ઞાસુઓને રોકવામાં વાપરી. ઘણાને હેપી આશ્રમમાં ન જવાની પ્રતિજ્ઞા લેવડાવી. આ પ્રમાણે વિરોધીમિત્રોનો પ્રચાર છતાં અહીં આવનારાઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો થતો જ દેખાય છે.
ઉપરોક્ત ઉભય પ્રકારના વિરોધી પ્રચારને રોકવા આ દેહધારીએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા ન જ કરી, કારણ કે એને ખાત્રી જ છે કે આખરે સત્યનો જ વિજય થાય છે.
પ્રથમ ચાતુર્માસ પૂર્ણ થયા પછી રામનવમીના દિવસે હેપીને અડીને આવેલી કૃષ્ણાપુરમ જાગીરના માલિક અનેગુંદી રાજ્યના રાજગુરુ રામાનુજ સંપ્રદાયના વયોવૃદ્ધ આચાર્ય વાત્સલ્યમૂર્તિ શ્રી તોળપાચાર્યે શ્રી રામ જયત્તિ પ્રસંગે આ દેહધારીને હોસ્પેટની જાહેર સભામાં તેડી જઈ પ્રવચન કરાવ્યું. તે પ્રવચનમાં આધ્યાત્મિક દૃષ્ટિએ રામાયણના પાત્રોનું વર્ણન સાંભળી તેઓ પ્રમુદિત થયા, ઉલ્લાસમાં આવી જઈ તેઓએ ઉભા થઈને જાહેર કર્યું કે “હેપી-રત્નકૂટ ઉપર અમારા હક્કની જે ભૂમિ છે તે જેટલી જોઈએ તેટલી આજથી પૂજ્ય સ્વામીજીને ચરણે સાદર ભેટ ધરું છું.” તાળીઓના ગડગડાટપૂર્વક સભાજનોએ આ ભેટની અનુમોદના વ્યક્ત કરી.
આ પ્રમાણે વિરોધી મિત્રોની કૃપાથી જ આ દેહધારીની મૈસુર રાજ્યભરમાં પ્રસિદ્ધિ થતાં આ આશ્રમને ૩૦ એકરના વિસ્તારવાળું આ રત્નકૂટ આખું “ફી ઓફ મારકેટ વેલ્યુ” - આ કાનૂનને અનુસરીને મફતમાં મળ્યું અને સાથે પરમ કૃપાળુદેવના નામની સુગંધ દક્ષિણ ભારતમાં સર્વત્ર પ્રસરી ગઈ.... આ આશ્રમમાં સંસ્થા તરફથી થયેલું બાંધકામ : ૧. આ રત્નકૂટ ઉપર ગમનાગમન માટે રાા ફર્નીગ વ્યવસ્થિત પગરસ્તો. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - વલ્પ પરિચય
૧oo,