________________
“અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી - પત્રાંક-૩૨૯. ઘણાઘણા જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તેમાં અમારા જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન-અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે... દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ-અનુભવ છે. - પત્રાંક-૩૩૪. અમે, કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, મનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે - પત્રાંક-૩૪૭. સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરવું એવું જે આત્માકાર મન, તે વર્તમાન સાથે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. - પત્રાંક-૩૫૩. મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ-આત્મધ્યાન રહ્યા કરે છે. - પત્રાંક-૩૬૬.
“અમે પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ.... મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. એ તો નિઃશંક વાત છે. - વૈશાખ વદ-૬ ભોમ, ૧૯૪૮. - પત્રાંક-૩૮.
“અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી ના પ્રણામ પહોંચે. જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી. ના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. - પત્રાંક-૩૭૦.
“અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે શ્રી રાજચંદ્ર તે પ્રત્યે ફરી-ફરી નમસ્કાર. - પત્રાંક-૩૭૬.
“છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી ને નમસ્કાર. - પત્રાંક-૩૭૮. જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહિ. તેને વિષે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડમાંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. રુચિમાત્ર સમાધાન પામી છે એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી? આશ્ચર્ય થાય છે ! આ જે દેહ મળ્યો છે તે પૂર્વે કોઈવાર મળ્યો નહોતો, ભવિષ્યકાળે પ્રાપ્ત થયો નથી. ધન્યરૂપ-કૃતાર્થરૂપ એવા જે અમે... પત્રાંક-૩૮૫. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી-થવાથી
૧૮૪
રાજગાથા