________________
વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદયપ્રાપ્ત થતો નથી..... પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે, આત્માપણે તેનો અવકાશ અત્યંતાભાવ રૂપ છે. - પત્રાંક-૩૯૬.
“જે પુરુષનું દુર્લભપણું ચોથાકાળને વિષે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે...... ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહિ પણ અમથકી, એમ પણ અત્રે માનીએ છીએ..... જગતમાં કોઈપણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદદૃષ્ટિ નથી એવા શ્રી..... નિષ્કામ આત્મસ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. પત્રાંક-૩૯૮.
“ચિત્તને વિષે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે. તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું; એવી નિશ્વળદશા (ક્ષાયિક સમ્યક્દશા) માગસર સુદ-૬ (૧૯૪૮) થી એકધારાએ વર્તી
આવી છે.
પત્રાંક-૪૦૦. અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. - પત્રાંક-૪૧૧. અવ્યાબોધ સ્થિતિને વિષે જેવુંને-તેવું સ્વાસ્થ્ય છે. પત્રાંક-૪૯૯. મન-વચન-કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયો છે............ વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. . પત્રાંક-૪૬૬.
-
-
-
“જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે..... જેવો સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ, તેવો જ
આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે..... આત્મરૂપપણાના કાર્યે માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થોં પ્રત્યે વર્તે છે..... સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે; સમવિષમતા નથી સહજાનંદ સ્થિતિ છે... પત્રાંક-૪૬૯.
ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી
-
-
-
“આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે એવો પરમપુરુષે કરેલો નિશ્ચય તે પણ (અમને) અત્યંત પ્રત્યક્ષ છે. - પત્રાંક-૫૭૯. એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે; અને જે કંઈ કરાય છે તે જેવા જોઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. - પત્રાંક-૫૮૩. મનઃપર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગણ્યું છે, તેનો સામાન્યગ્રહણરૂપ વિષય નહીં
૧૮૫
સ્વલ્પ પરિચય
-