________________
શ્રીમદ્ ક્ષાયિકસમ્યગ્દષ્ટા અખંડ સ્વરૂપજ્ઞાની અને ઉત્કૃષ્ટ અપ્રમત્તયોગી હતા. આ વાતની ખાત્રી કરવા સર્વપ્રથમ એમની આત્મચર્યાનું નિરીક્ષણ કરવા, ચાલો ! આપણે એમના વચનામૃત ગ્રન્થમાં પ્રવેશીએ :
“આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃશંક છે, ગ્રન્થિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે - પત્રાંક-૧૭૦. છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે. પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે – પત્રાંક-૧૮૭. આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે. તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે - પત્રાંક-૨૧૪. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમ-સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રાચિમાત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ પ્રિય છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ - પત્રાંક-૨૫૫. આત્મા બ્રહ્મસમાધિમાં છે, મન વનમાં છે, એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. પત્રાંક-૨૯૧. જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સમ્બન્ધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ તેમજ બીજાં પણ ખાવા-પીવા વિગેરેનાં પ્રવર્તન માંડ-માંડ કરી શકીએ છીએ.... ચિત્તનો પણ ઝાઝો સંગ નથી. આત્મા આત્મભાવે વર્તે છે. સમયેસમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. - પત્રાંક-૩૧૩. - “અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયઃ નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી... શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું - એમ અમને દઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું તે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએસાચા છીએ - પત્રાંક-૩૧૨. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવલ્પ પરિચય
૧૮૪