________________
ભાસવાથી દર્શનોપયોગમાં ગયું નથી - એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું તે પ્રમાણે જૈનદર્શનનો અભિપ્રાય આજે (પ્રત્યક્ષ) જોયો છે. શ્રાવણ સુદ-૧૦ બુધવાર, ૧૯૫૧. - પત્રાંક-૬૨૫.
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?
“હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવાદેવાની પણ કડાછૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.
“કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગ કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.
વર્તમાને વિદ્યમાન વિરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન કયાંથી થાય?
“ઓ દુષમકાળના દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.
“સંસારતાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
“મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને અમે કલ્પવૃક્ષ જ છીએ.
“વધારે શું કહેવું ? આ વિષચકાળમાં પરમશાંતિના ધામરૂપ અમે બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીર જ છીએ કેમ કે અમે પરમાત્મવરૂપ થયા છીએ.
“આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પ્રત્યે પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. - મુંબઈ, ચૈત્ર સુદ-૧૩, ૧૯૫૨ (3% શ્રી મહાવીર (અંગત) - પત્રાંક-૬૮૦. (નોંધ : આ સર્વ વચનામૃતો સ્વયં શ્રી સહજાનંદઘનજીએ હિન્દીમાં અનુવાદિત કરીને, શતાબ્દી પ્રવચનોમાં સ્વમુખે ઉચ્ચાર્યા છે. વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી' એ શીર્ષકથી ખાસ સી.ડી.માં વર્ધમાન ભારતીએ તે પ્રકાશિત કર્યા છે. પ્ર.)
૧૮
રાજગાથા