________________
શ્રી અષ્ટાપદ તીર્થ ગમન અને વંદના. (૯) નકગારથી માંડીને સિદ્ધાલય પર્વતની જીવ સુમદાયની બાહ્યથી મુક્ત પર્વતની વિવિધ અવસ્થાઓનું પ્રત્યક્ષ તાદેશ દર્શન. (૧૦) આત્મા અને કર્મમળનું તથા શરીરનું ભિન્ન-ભિન્નપણે પ્રત્યક્ષદર્શન. (૧૧) ધર્માસ્તિકાય આદિ અરૂપી જડ પદાર્થોનું પ્રત્યક્ષ દર્શન. (૧૨) એકાકી વિહાર વિચરતાં વનમાં માર્ગ ચૂકી જતી વખતે સાકાર સ્વરૂપનું પ્રાક્ટય અને માર્ગ નિર્દેશન, વિધિવત્ નદી-જળ ઉતરતાં દેહનું ચંબલના અથાગ જળમાં ડૂબી જવું કે તત્કાળ દૈવિક શક્તિએ શરીરનું અધ્ધર કરવું. નૌકા પ્રાકટ્ય અને નાવિકરૂપે દિવ્ય દેહધારીઓનું તે નૌકા વડે આ દેહને સામે પાર પહોંચાડી અદૃશ્ય થવું; પર્વતમાળાઓમાં આસનસ્થ રહેતાં સિંહ ચિત્તા આદિ હિંસક પશુઓનું સન્મુખ આવી જવું, છતાં અડોલ આસને રહેતાં નિર્ભયપણું શરીરે સ્પર્શીને ફણિધરનું વિંટળાઈને બેસવું છતાં સમાધિસ્થિતિનું બન્યું રહેવું; દેહભાન થયે તેનું ચુપચાપ ચાલ્યા જવું; વ્યાધિકાને દિવ્ય દેહધારીઓનું પ્રગટવું અને આત્મનિષ્ઠામાં બળ આપવું. ઇત્યાદિ. આ બધું પરમ કૃપાળુની કૃપાનું જ ફળ છે, માટે આ આશ્રમ સાથે એમનું પાવન નામ જોડી એમની સભાવ સ્થાપનાને ઉપાસ્યપદે પ્રતિષ્ઠિત કરીને આ દેહધારી એક નિષ્ઠાએ આરાધના કરીકરાવી રહ્યો છે. શ્રીમદ્ભી ઉપાસ્યપદે ઉપાદેયતા :
આ અવસર્પિણીકાળમાં આ ક્ષેત્રે ૧૦ અચ્છેરાં પૂર્વે ગણાવવામાં આવ્યાં છે, ત્યાર પછી અચ્છેરારૂપ શ્રીમદ્ રાજચંદ્રજીનું આ ક્ષેત્રે જન્મ થયું. એ મહાવિદેહનું પાત્ર ભૂલથી આ ભરતક્ષેત્રે આવી ચડ્યું, અને ત્યારબાદ મહાવિદેહે ગયું. બાલ્યકાળથી વીતેલું એમનું વિદેહીજીવન એમના મહાવિદેહીપણાની ખાત્રી કરાવે છે.
સ્વ-પર હિતાર્થે નિર્દભપણે પોતાની કલમ વડે લખાયેલી આત્મચર્યામાં શ્રીમદ્ભા અલૌકિક જીવનનાં સ્પષ્ટ દર્શન થાય છે. તત્સમ્બન્ધી કેટલાક જીવનપ્રસંગો અન્ય લેખકો દ્વારા આલેખાયેલા અનેક ગ્રન્થોમાં કેટલેક સ્થળે વાચકવૃન્દને જોવા મળશે; જ્યારે આ લેખમાં શ્રીમદ્દી ક્ષાયિકસમ્યદૃષ્ટિ અને ઉત્કૃષ્ટ અપ્રમત્તદશાને લીધે આગમ પ્રમાણ તથા અનુભવ પ્રમાણથી ઉપાસ્યપદે ઉપાદેયતા સિદ્ધ કરવાનું યત્કિંચિત પ્રયત્ન વાચકવૃન્દ જોઈ શકશે. જેને તટસ્થ બુદ્ધિએ અવગાહવાથી ગુણાનુરાગી સાહસિક સાધકોને અદ્ભુત પ્રેરણા મળશે. ૧૮૯૨
રાજગાથા