________________
૧૪ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીના પદાનુસારી સહજાનંદઘનજી શ્રી ભદ્રમુનિને યુગપ્રધાનપદ
| (વર્તમાનકાળની એક અદભૂત, અપૂર્વ ઘટના) વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં ૨૦ વિહરમાન જિનોમાં શ્રી સીમંધર સ્વામીની પર્ષદામાં પૂર્વોલિખિત શ્રીમદ્ રાજચંદ્રજી ઉપરાંત શ્રીમદ્ દેવચંદ્રજી, મહાયોગી આનંદઘનજી, આદિ પણ કેવળી સ્વરૂપે બિરાજી રહ્યાં છે, વિચરી રહ્યાં છે.
શ્રી સીમંધર સ્વામીએ વર્તમાનમાં દેવલોકના “દેવેન્દ્ર દેવ” દાદાશ્રી જિનદત્તસૂરિજીને આજ્ઞા આપી કે, “ભરતક્ષેત્રમાં જઈને શ્રી સહજાનંદઘનજીને યુગપ્રધાન’ પદ પ્રદાન કરો.”
આ જિનાજ્ઞા અને ત્યાંના વર્તમાન કેવલી શ્રીમદ્ રાજચંદ્રજીના આશીર્વાદથી દેવેન્દ્રદેવ દાદાશ્રી, આચાર્ય લબ્ધિસંપન શ્રી સહજાનંદઘનજી (ભદ્રમુનિ)ને યુગપ્રધાન પદારુઢ કરવા માટે મહારાષ્ટ્રના દહાણુ નિકટના બોરડી નગરે પધાર્યા.
વિ.સં. ૨૦૧૭ના પ્રથમ જેઠ સુદ-૧૫ને મંગળવાર દિ. 30-5-1961ના દિવસની એ ચાંદની રાત હતી, જ્યારે “ભક્તિની શક્તિનો સૌને પ્રત્યક્ષ અનુભવ થવાનો હતો. અમદાવાદના એમ. વાડીલાલ કં.ના શ્રી મોહનભાઈ અને બોરડીનાં શ્રી હીરાચંદભાઈએ સારી પૂર્વવ્યવસ્થા કરી હતી. બીકાનેરના મેજીસ્ટ્રેટ શ્રી જી.સી. ચન્નાણી, શ્રી અગરચંદજી નાહટા, શ્રીમદ્ રાજચંદ્રજીનાં સુપુત્રી પૂ. જવલબા, મહારાષ્ટ્રના ખાદીમંત્રી શ્રી પ્રાણલાલભાઈ, મુંબઈ નગર નિગમ પાર્ષદ શ્રી જીવરાજભાઈ આદિ ૧૫ પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ રચાઈ. શ્રી સહજાનંદઘનજી બોરડીના સમુદ્ર તટે જનમેદની વચ્ચે પૂર્ણિમા-ભક્તિની “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ” ધૂન ભક્તિની મસ્તીભેર ઝીલાવી રહ્યાં હતા – બ્રાહ્મમુહૂર્ત સુધી આ ધૂન સાગરના મોજાં સાથે જાણે સ્પર્ધા કરતી ગુંજતી-ઝુમતી રહી. મુનિએ ત્યારે સફેદ ચાદર ઓઢી હતી, ને આકાશમાં હતી શ્વેતચાંદની ! આ બાજુ નિકટસ્થ એક બંગલામાં એક ઓરડી અંદર શ્રી ભદ્રમુનિજીના સંસારી કાકીબા અને તેમનાં ઉત્તરાધિકારી ભક્તાત્મા આત્મજ્ઞા માતાજી ધનદેવીજીને પૂરી દેવાયા હતા. આ ઓરડીમાં ભક્તિના સાક્ષાત્ સ્વરૂપ એવા માતાજી ધ્યાનસ્થ થયા ત્યારે ત્યાં જેની યાદી બનાવાઈ ગઈ તેવી પાંચ વસ્તુઓ – પ્રભુચિત્ર, યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીના પદાનુસારી સહજાનંદઘનજી...
૧૧૯