________________
‘શ્રીમદ્ રાજચંદ્ર’ કોઈ અપૂર્વ, અકળ, આત્માનંદ ને આત્મોલ્લાસ આપતાં – જાણે એ પૂર્વ પરિચિત ન હોય !
એ પછી અમરેલીમાં પુનઃ ઉપકારક પિતાજીએ એક પાવન પરિચય સંગસમાગમ કરાવ્યો શ્રીમદ્-અભ્યાસી મુનિશ્રી ભુવનવિજયજીનો કે જેમણે ‘આનંદઘનનો આતમ રંગ' આ આત્મા પર લગાડ્યો હતો ! આનંદઘનજી જ નહીં; શ્રીમદ્ભુનાં પદો પણ તેઓ જે આત્મમસ્તી અને આત્મોલ્લાસથી બુલંદ સુમધુર કંઠે ગાતા અને આ અલ્પાત્મા પાસે પણ ગવરાવતા. તેના અંતરાનંદ સભર આત્માનુભવે આ દેહધારીને શ્રીમદ્-આનંદઘન એ બંનેના પદોની ગાનલગની લગાડી દીધી. સંતબાલજીગુરુ મુનિશ્રી નાનચંદ્રજી ‘સંતશિષ્ય’ના લીંબડી-સાયલા ‘ભગતના ગામ' એવા શ્રી સૌભાગ્યભાઈના ચરણરજ ધામના સત્સંગોએ વળી આ ગાનાનંદમાં વૃદ્ધિ કરી. લીંબડીના તેમના શ્રી દેવચંદ્રજી સાર્વ. પુસ્તકાલયના ગ્રંથાલયી તરીકેની કામગીરીમાં શ્રીમદ્ સાહિત્યાધ્યયન વિકસવા ઉપરાંત અવાર નવાર ઈડરની પાવનભૂમિએ એકલા, એકાંતમાં જવાનું અને પરમકૃપાળુનાં પરમ અણુઓ શિરે ચઢાવી ગુફાધ્યાનોમાં બેસવાનું પરમ સૌભાગ્ય સાંપડવા લાગ્યું. ત્યાં અપૂર્વ લેખન પણ થયાં. સર્વત્ર જાણે પરમકૃપાળુદેવનો જ આ પરમાનુગ્રહ !
આ પછી બાળકોબાજી પાસે ઉરુલીકાંચનમાં, વિનોબાજી પાસે તેમના સંગાથની પદયાત્રાઓમાં શ્રીમદ્ પદગાન ચાલ્યાં. તેમાં વળી આંધ્ર રેપલ્લીના વિદેહી જ્ઞાનયોગિની ચિન્તમ્મા માતાએ તો આ ગાનલગની પર પણ ઈદિ શબ્દાનંદમુ, આત્માનંદમ્ લેદુ !' કહી એક વજ્રાઘાત આપી આહત-સંગીત ગાનને રોકાવી દીધું - કદાચ કેવળ આત્મગાનના અનાહત સંગીતના આત્માનંદ ભણી વાળવા ! ઘણા સમયના એ ગાન-મૌન ગ્રહણ પછી પુનઃ વિનોબાજી પાસે જતાં શ્રીમદ્ – પદગાન આનંદઘન – પદગાન આરંભાયા - એમાંથી ધ્યાન સંગીત”ની નૂતન ઉદ્દભાવનાની શોધ ચાલી. ‘સ્વાત્મસિધ્ધિની સંગીતયાત્રા' લેખમાં આ સર્વ આલેખાયું છે.
‘નાદાનંદ' બાપુરાવજી જેવા હૈદ્રાબાદના ઉપકારક ઋષિ સંગીતગુરુની નિશ્રાના અને શાંતિનિકેતનના અલ્પકાળના રવીન્દ્રસંગીતના સંગીતાભ્યાસે આ ધ્યાન સંગીતને વિશેષ વળાંક આપ્યો. એમ.એ. સુધીના અભ્યાસાંતે ગુજરાતની કૉલેજોમાં અધ્યાપનકાળમાં એક બાજુથી ‘ધ્યાનસંગીત’નો પ્રયોગ ‘સર્વેદિય સંગીત’ની સાથે સાથે વિકસતો ચાલ્યો, તો બીજી બાજુથી શ્રીમદ્-પદો ઉપરાંત વચનામૃત અભ્યાસ પણ.
૧૪૦
રાજગાથા