________________
. આત્મસિદ્ધિ ગ્રંથ એક સૂત્રબધ્ધ કાવ્યગ્રંથ છે. ગુરુ-શિષ્યના સંવાદમાં હિન્દુ તેમજ જૈન દર્શનનો સમન્વિત સાર ગુંથાયેલ છે. દીર્ઘ સમય સુધી સ્વાધ્યાય કરવો
પડે.”
“સ્વચ્છંદ એટલે મનનું સ્વામીત્વ. ગમા-અણગમા, પસંદગી-નાપસંદગી, સન્માનઅપમાન, યશ-અપયશ, ઈત્યાદિ લાગણીઓ મનની ચાલ ગણાય. પ્રમાદ, આળસ મનની તાનાશાહી કહેવાય.”
“સદેહ આત્મજ્ઞાનીના સહવાસમાં મનચલાપણું ચાલતું નથી. હું-મારુંના ફૂંફાડા ચાલતા નથી. સ્વચ્છંદ કે મનસ્વીપણું ત્યાં સહેજે રોકાઈ જાય છે. મનનું ધણીપણું ત્યાં ટકતું નથી. મનને મૌન રહેવું પડે. બુદ્ધિ મુખર થાય. વિવેક જાગૃત થાય. વિવેક જાગૃત થયા વગર આત્મબોધ પચતો નથી. ચેતનામાં રાચતો નથી.”
“મોક્ષ પામે” એ કાવ્યોક્તિ છે. “મોક્ષ છે નિજ શુદ્ધતા - તું છો મોક્ષ સ્વરૂપ આ સૂત્રો પરમ સત્યનાં પ્રબોધક સૂત્રો છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય તેવું પણ આત્મસિદ્ધિમાં કહ્યું છે.”
“મનના મનમાં તેમજ વિવેકની જાગૃતિમાં મુક્તાવસ્થાના એંધાણ પ્રકટ થાય છે. મનની ગુલામીથી મુક્તિ એ જ હકીકતમાં મોક્ષ ગણાય.”
(તા. -૦૭-૧૯૯૪ના એક પત્રમાંથી) આ પત્ર પછી દીદીએ તા. ૨૯-૦૮-૧૯૯૬ના દિવસે “આત્મસિદ્ધિની સમૃદ્ધ સર્વાગ સુંદર ભૂમિકા “સપ્તભાષી” ગ્રંથ માટે “Glory be to Sri Rajchandra' શીર્ષકથી આત્મસિદ્ધિ શતાબ્દી પ્રસંગે શિકાગોમાં તેની હસ્તલિખિત પ્રતનું વિમોચન કરતાં લખી મોકલી, જે તેમાં છપાઈ છે, તે સ્વયંમાં જ એક દિશાસૂચક દેઢ દસ્તાવેજ બની ચૂકેલ છે. તેનો એક એક શબ્દ ચિંતનીય છે. અષ્ટ શ્રીમદ્જીને તે દષ્ટ અને તદન સુસ્પષ્ટ કરે છે, સંજીવન મૂર્તિરૂપે દર્શાવી દે છે. શ્રીમદ્ સાહિત્યના અનેક પ્રબુદ્ધ અધ્યેતાઓ અને ચિંતકોની હરોળમાં તેમનું આ ગાગરમાં સાગર સમું પ્રસ્તુતીકરણ નવી જ ભાત પાડે છે અને તેમની શ્રીમ-શ્રદ્ધા વ્યક્ત કરે છે. “સપ્તભાષી આત્મસિદ્ધિ'ના પ્રકાશનના સંબંધમાં તો તેઓ આ શ્રદ્ધાથી પણ સવિશેષ ઉપકારક બન્યાં છે. શ્રીમદ્જી, સહજાનંદઘનજી, પં. સુખલાલજી, ગુરુદયાળ મલ્લિકજી અને માતાજી ધનદેવીજી સમા સર્વ પ્રેરણાદાતા ઉપકારકોના જાણે તેઓ સાક્ષાત્ પ્રતિનિધિ બનીને રહ્યાં અને વર્ષોનું આ કસોટીભર્યું સંપાદનકાર્ય તેમણે જ સંપન્ન કરાવ્યું કે જે માટે ડૉ. કુમારપાળ દેસાઈ અને ડૉ. ધનવંત શાહ જેવા સહૃદયી મિત્રો આ લેખકસંપાદકને બિરદાવતા રહે છે અને જે નિમિત્ત માત્રથી વિશેષ કશું નથી. દીદી પોતે વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા ૧૪૯