________________
ભાતબજારમાં શા લાલજી જેઠા કાં.નું વેચાણખાતું સંભાળતો હતો ત્યારે એક ઉત્તમ ક્ષણે એક અકથ્ય નિમિત્ત પામીને ભવાન્તરના અભ્યાસ સંસ્કારે ગોડાઉનના એકાન્ત વિભાગમાં સ્વવિચારે બેઠે બેઠે એને દેહભાન છૂટી સહજ સમાધિસ્થિતિ થઈ ગઈ. તે દશામાં જ્ઞાનની નિર્મળતાએ આ દુઃખી દુનિયાનું એને ભાન થયું. તેમાં આ ભરતક્ષેત્રના ઘરબારીઓની તો શી વાત ! સાધુ-સંતો પણ આત્મસમાધિમાર્ગથી લાખો ગાઉ દૂર ભટકાઈ ગયેલા જણાયા. આ આત્મા પણ પૂર્વે આરાધેલા સમાધિમાર્ગથી વિખૂટો પડી ગયેલો જણાયો. ત્યાર પછી એને એકાએક પ્રશ્ન ફુર્યો કે “મારો માર્ગ
ક્યાં?” ત્યારે એને તત્કાળ આકાશવાણી સંભળાઈ કે “... આ રહ્યો તારો માર્ગ. જા! સિદ્ધભૂમિમાં જા ! શરીરને વૃક્ષ નીચે વૃક્ષવત્ રાખી સ્વરૂપસ્થ થઈને રહે...” ૐ.... પછી આ આત્માના પ્રદેશ-પ્રદેશે જે આનંદ લહરીઓ છૂટી, તેનું શબ્દચિત્ર ખડું કરવા હજુ સુધી કોઈ શબ્દ એને સાંપડ્યા નથી, કારણ કે એ અનુભવ શબ્દાતીત હતો.
કેટલોક કાળ વીત્યા પછી કોઈ ગ્રાહકે આ દેહને ઢંઢોળ્યાથી એને પુનઃ દેહભાન થયું. ઉક્ત આદેશને એણે હૃદયમાં ટંકોત્કીર્ણ કર્યું. ક્રમશઃ તેનો અમલ કરવા એણે હિતેચ્છુઓ અને વડીલોની આજ્ઞા માગી, પણ ઘરમાં જ રહીને તેવી સાધના કરવાનો સૌનો આગ્રહ દઢ રહ્યો. તેમ છતાં તેઓના તે આગ્રહને ફેરવવા પોતાના મક્કમ વલણે એ મથતો રહ્યો. ફળસ્વરૂપ વર્ષભરને અંતે તેઓ પીગળ્યા, છતાં નિરાધારપણે સાધના કરવામાં તો તેઓ સહમત ન જ થયા, પરંતુ મુનિદીક્ષા લઈને અમુક વર્ષો પર્યત ગુરુકુળ વાસે વસી, નિર્ભયદશા પ્રાપ્ત થયે જ ઉક્ત આદેશ અનુસાર સાધના કરવાની આજ્ઞા અતિવ દુઃખી હૃદયે વડીલોએ આપી. જેને આ દેહધારીએ શિરોધાર્ય કરીઆ રીતિએ કર્મસંસ્કારે વડીલોના પૂર્વઋણની પતાવટ કરી એ અતિ હર્ષિત થયો. - હવે ધર્મસંસ્કારે જેમનું ઋણ બાકી હતું, તેમને એ શોધવા લાગ્યો અને શોધી કાઢ્યા. તે હતા ખરતરગચ્છીય શ્રી જિનરત્નસૂરિજી મહારાજ આદિ. ચાર મહિનાનો તેમનો પરિચય સાધી વિ.સં. ૧૯૯૧ના વૈશાખ સુદી છઠ્ઠના પૂર્વાને મહામહોત્સવ ૧૨૦૦૦ જનસંખ્યાની હાજરીમાં મુનિદીક્ષા અંગીકાર કરીને આ દેહધારી મુળજીભાઈ મટીને ભદ્રમુનિના નામથી જાહેર કરાયો.
ગુરુકુળવાસે વસતાં વિનયોપાસનાપૂર્વક સાધુ સમાચારી, પ્રચલિત પ્રકરણ ગ્રન્થો, સંસ્કૃત-પ્રાકૃતાદિ વ્યાકરણો, કોષ, છંદ, અલંકાર, કાવ્ય આદિ ગ્રન્થો, જૈન-અજૈન
૧૦
રાજગાથા