________________
એ ન આવી શક્યો. પણ છેલ્લે મહારાષ્ટ્રના બોરડી ગામે ૨૦૧૭ના પ્રથમ જ્યેષ્ઠ સુદી પૂર્ણિમા પર્યંત ૨૧ દિવસના અનાયાસે સધાયલા ચિરસ્મરણીય સત્સંગ પ્રસંગ પછી એ મહારાષ્ટ્રના કુંભોજ તીર્થે આવ્યો. ત્યાંથી ગદગના કચ્છી ભાવુકો એને ગદગ તેડી આવ્યા. ત્યાંથી બેલ્લારી અને હોસ્ફેટના પૂર્વપરિચિત મારવાડી ભાઈઓ વિ.સં. ૨૦૧૭ના દ્વિતીય જ્યેષ્ઠ સુદી એકાદશીએ આ દેહધારીને કંપી તેડી આવ્યા.
સર્વપ્રથમ હંપીના રત્નકૂટની ગુફાઓમાં જ પ્રવેશ કર્યો અને આ આત્મામાં એકાએક સ્ફુરણા થઈ કે “જેને તું ઈચ્છી રહ્યો હતો તે જ આ તારી પૂર્વ પરિચિત સિદ્ધભૂમિ” પૂર્વે અહીં ઘણા સાધકોએ વિધાની સિદ્ધિઓ મેળવી છે તેથી એ વિધાસિદ્ધ ભૂમિ - વિધાધર ભૂમિ કહેવાઈ છે. આ વાતાવરણના સ્પર્શથી હૃદય નાચી ઊઠ્યું. અવસર જોઈને સાથેના ભાવુકોએ અહીં જ ચાતુર્માસ માટેનો સાદર અનુરોધ કર્યો જેને આ દેહધારીએ સહર્ષ વધાવી લીધો.
આ ઉજડેલા સ્થાનને વ્યવસ્થિત થતાં કેટલોક સમય લાગવાની સંભાવનાને લીધે સામેના હેમકૂટ ઉપર આવેલા અવધૂત-મઠમાંની એક ગુફામાં આ દેહધારી ઊતર્યો. ત્યાં હંપિ-તહસીલદાર, ગુણાનુરાગી બસલિંગપ્યા આદિ સત્સંગમાં આવ્યા, અને પોતે લિંગાયતી હોવાથી તેઓએ આ દેહધારીની ધાર્મિક વિચારધારા સમજવા કેટલાક પ્રશ્નો પૂછ્યા. સાત્વિક સમાધાનથી પ્રભાવિત થઈ એણે આ દેહધારીને અહીં જ સ્થાયી થવાનો સવિનય આગ્રહ કર્યો. પછી તેમણે હોસ્પટ-કોંગ્રેસના વર્તમાન પ્રેસિડન્ટ એસ.પી. ઘેવરચંદ જૈન આદિ સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો કે “જો તમે સ્વામીજીને હંપીમાં રહેવાનું કબુલ કરાવો તો આશ્રમ માટે હું ફી પટ્ટે જમીન આપું.” આ પ્રસ્તાવને
,,
તેઓએ સહર્ષ વધાવી લીધો.
પટ્ટો કયા નામનો બનાવવો ? એ પ્રશ્ન ઉપસ્થિત થતાં સહજાનંદ-આશ્રમ આ નામ સર્વાનુમતે પાસ થયું, ત્યારબાદ તેની આ દેહધારીને જાણ કરાઈ. એણે શ્રીમદ્ના અલૌકિક જીવન સમ્બન્ધી કેટલુંક વર્ણન કરીને એમના પ્રત્યે સૌનો આદરભાવ પેદા કરાવ્યો અને પછી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના નામનો પટ્ટો કરવો-એમ નક્કી કરાવ્યું.
જો કે આ પ્રદેશમાં તથાપ્રકારના પ્રચારના અભાવે શ્રીમદ્ પ્રત્યે કોઈ શ્રદ્ધાભક્તિ ધરાવનાર ન્હોતા, પણ આ દેહધારી પ્રત્યે પૂર્વ પરિચયને લીધે કેટલાકને વિશ્વાસ હતો તેથી તેઓએ તે વાત માની, પણ જેઓ ગચ્છ-મતના દેઢ સંસ્કારી હતા તેઓને તેમના ઉપદેશકોએ આ સત્સંગમાં આવતાં રોકી લીધા.