________________
૧૮. નીલિપિર – કૂનૂરના સુરમ્ય શિખરોમાં ત્યાંના રઈશ શ્રી અનોપચંદજી ઝાબક તરફથી.
તદુપરાંત ઈડરગઢની ગુફાઓમાં, ચંબલઘાટીની અવધી પાસેની ગુફાઓમાં, પંજાબમાં ભીવાની શહેર સમીપ અને કર્ણાટકમાં વરંગ, કુન્દાદ્રિ વિગેરે સ્થાનોમાં સ્થાયી થવાનો આગ્રહ તે-તે સ્થાન નિવાસીઓએ અતીવ કર્યો હતો.
વળી, પહેલેથી સ્થપાયેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમોમાં અપનાવવા આ દેહધારીને સ્નિગ્ધ આમંત્રણો પણ મળ્યાં હતાં. યથા
—
૧. શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવન - ઈડર - ઘંટિયા પહાડ ઉપર ત્યાંના ટ્રસ્ટી શ્રી મણિલાલ માધવજીએ ઉદારતા દર્શાવી હતી.
૨. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસમાં સ્થિર થવા ત્યાંના અધિષ્ઠાતા પરાભક્તિનિષ્ઠ પૂ.શ્રી બ્ર. ગોવરધનદાસજીએ પોતાના દેહવિલયના બે માસ પૂર્વે આગામી ચાતુર્માસના મિસથી આમંત્રણપત્ર શ્રી પાવાપુરી તીર્થના ચાતુર્માસમાં આ દેહધારીને પાઠવ્યો હતો. તેઓનો પ્રથમ પરિચય વિ.સં. ૨૦૦૪માં થયો. બે મહિના બાદ ત્યાંથી ધામણ તરફ પ્રયાસ કરતી વખતે તેઓશ્રીએ પોતાને પરંપરાગત સંપ્રાપ્ત એક અદ્ભુતનિધિ ઘણા જ ઉમંગથી આ દેહધારીને સોંપી દીધી હતી, જેનું વર્ણન કરવાની ઈચ્છાને આ દેહધારીએ સ્થગિત કરી દીધી છે.
૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-વડવામાં સ્થિર કરવા તે આશ્રમના માનનીય ઉત્સાહી પ્રમુખ ગુણાનુરાગી શ્રી મોહનભાઈએ આ દેહધારીને વિ.સં. ૨૦૧૫થી અનેક વાર આમંત્ર્યો હતો.
૪. શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભવન-વવાણિયામાં સ્થિર કરવા પરમકૃપાળુના જ અંગજ પૂ.માતેશ્વરી શ્રી જવલબાએ પોતાના નિખાલસ વાત્સલ્યથી આ બાળને ખૂબ નવાજ્યો હતો.
ઉપર્યુક્ત તમામ સ્થાનોમાં જ્યારે-જ્યારે આ દેહધારીને સ્થિર થવા આમંત્રણ મળ્યું, ત્યારે-ત્યારે આ આત્મામાં એવો અંતર્નાદ સંભળાયો કે “તારો ઉદય દક્ષિણમાં છે” તથાપ્રકારનો જવાબ પણ શ્રી શુભરાજજી આદિ કેટલાકને અપાયો હતો.
આ દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશમાં ગોકાકની જૈન ગુફાઓમાં તા. ૨૨-૨-૫૪થી તા. ૨૨-૨-૫૭ પર્યંત ૩ વર્ષ અખંડ મૌનપૂર્વકની સાધના આ દેહધારી પૂર્વે કરી ગયો હતો, પરંતુ તથાપ્રકારના સમવાય કારણના અભાવે આ હમ્પી તીર્થે ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી
-
સ્વલ્પ પરિચય
૧૭૩