________________
માટે તથાપ્રકારના પોતાના પ્રેરક પ્રસંગો ક્રમબદ્ધ લિપિબદ્ધ કરવા, માનનીય મુરબ્બી મુમુક્ષુઓનો સસ્નેહ અનુરોધ થવાથી તેમની ભાવનાને સંતોષવા, ક્રમપ્રાપ્ત સ્વસાધકીય જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો આ આશ્રમની ઉત્પત્તિમાં શ્રેણિબદ્ધ કારણ બન્યા હોવાથી તેનું શબ્દચિત્ર આ દેહધારી આમ રજુ કરે છે ઃ
આ રજુઆત કરવા જતાં પોતાને અભિમાન ન થઈ જાય' આ પથ્યપાલનની અત્યારની પરિણતિઓ એને બરાબર ખ્યાલાત છે. આપવડાઈ વડે આત્મવંચના કરી ભાવિસંસાર વધારવા એ હરગીઝ ઈચ્છતો નથી.
પોતાના અલૌકિક અનુભવોનું નિખાલસ કથન એ જો આપવડાઈમાં જ ખતવાતું હોત તો પૂર્વના મહાજ્ઞાનીઓએ તેવી પ્રવૃત્તિ કરી જ ન હોત, તેથી તેમના અનુગામીરૂપે બીજા કોઈ બની શક્યા ન હોત, પરિણામે મોક્ષમાર્ગની પરિપાટી સદંતર બંધ જ રહેત.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતગ્રન્થ અનુસાર પત્રાંક ૬૮૦ અને તેવા બીજા કેટલાય પત્રોમાં શ્રીમદે જે કંઈ સ્વાનુભૂતિઓ અંકિત કરી છે, તે જેમ વાસ્તવિક આત્મજ્ઞાનના અભ્યાસીઓની દૃષ્ટિએ જેમ આપવડાઈ નથી, તેમ તેવા જ પ્રકારે હવે પછીના કાળમાં યાવત્ પાંચમા આરાના અંત પર્યંત થનારા આ ભરતક્ષેત્રના જ્ઞાનીઓમાંથી જે-જેને જેટલે અંશે જ્ઞાનપ્રાપ્તિ થશે તે-તેઓ તેટલે અંશે પોતાના થયેલા અનુભવોનો નિખાલસ એકરાર પરાર્થે કરે તો તે આપ-વડાઈમાં નહિ જ લેખાય. બાકી બગલો હોવા છતાં જે હંસનો દેખાવ કરશે તે તો ખત્તા જ ખાશે એ નિર્વિવાદ છે.
ચોથા ગુણઠાણાથી બારમા પર્યંત સાધકીય જીવનમાં બે પ્રકારની ધારા હોય છે. એક અનાદિય ઋણ ચુકવવારૂપ કર્મધારા અને બીજી પ્રાપ્ત ચૈતન્યવૈભવસૂચક જ્ઞાનધારા. માટે જ કર્મધારાના સમલપાસાં અને જ્ઞાનધારાના નિર્મલપાસાં એમ ઉભયપાસાંવાળું સાધકીય જીવન હોય જ હોય. તે બંને પાસાંને યથાસ્થાને ગોઠવીને જો જીવન-ચિત્રણ થાય તો જ તે વાસ્તવિક ગણાય. આ સિદ્ધાંત આ લેખકની નજર બહાર નથી, પરંતુ અહીં તો પોતાનું જીવનચરિત્ર લખવા એ બેઠો નથી, પણ યથાપ્રસંગ અન્યને હિતકર પ્રેરક પ્રસંગો આલેખવા બેઠો છે. જેથી કેવળ પોતાનાં ઉજળાં પાસાં નજરમાં રાખીને એ જે કંઈ લખે તેને હંસયંસુન્યાયે વિચારી જવા વાચકવૃત્તને વિનવી, એ પોતાનું પ્રકૃત વક્તવ્ય હવે રજુ કરે છે.
આ આશ્રમના પ્રાદુર્ભાવની નિમિત્તતામાં એને પ્રેરક હતો - આકાશવાણીનો આદેશ. આ દેહની ઓગણીસ વર્ષની વયે આ દેહધારી જ્યારે મોહમયી નગરીના ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી
સ્વલ્પ પરિચય
-
૧૯