________________
(શ્રીમદ્ રાજચંદ્રજી વિષે પ્રસ્નો ઊઠાવતા કેટલાક સર્વોદય મિત્રોના પ્રત્યુત્તરમાં) શ્રીમદ્રસાહિત્ય, વિમલાદીદી અને ગુજરાત
- પ્રા. પ્રતાપકુમાર ટોલિયા “શુધ્ધ, બુધ્ધ, ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ;
બીજાં કહિયે કેટલું, કર વિચાર તો પામ.” (“આત્મસિધ્ધિ' : ૧૧૭) • “હે જીવ! પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા! નહીં તો રત્ન-ચિંતામણી જેવો આ મનુષ્ય જન્મ નિષ્ફળ ચાલ્યો જશે.” (વચનામૃત) • “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો... વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ.” (પુષ્પમાળા'-ગાંધીજીના શબ્દોમાં “પુનર્જન્મની સાક્ષી :
દસ વર્ષની બાળવયે લિખિત !) • “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો! સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લડો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?”
(“મોક્ષમાળા' શિક્ષાપાઠ-૬૭) • “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.”
(પુષ્પમાળા'-૧૫). શ્રીમદ્ રાજચંદ્રજીનાં આ, ગુજરાતની પ્રજાને ઓછા યાદ એવા વચનો સ્વામી વિવેકાનંદજીનાં ઉપનિષદાધારિત “ત્તિર્ણ, નામૃત, પ્રાપ્ય વરાનિવધત!” સમા અને “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થતાં સુધી જંપો નહીં, Arise Awake and stop not till the goal is reached” સમાં બહુશ્રુત-બહુસ્મૃત વચનોની યાદ આપી શ્રીમદ્ રાજચંદ્રજીના જ આ કથનને પુષ્ટ કરે છે કે –
૧૫૨
રાજગાથા