________________
“આશય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય.’” (‘આત્મસિધ્ધિ’-૧૧૮)
આ કથન સાથે ‘શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ્' લેખનું સમાપન કરતાં ૧૯૫૩માં પ્રજ્ઞાચક્ષુ ડૉ. પંડિતશ્રી સુખલાલજીએ મહત્ત્વનો સંકેત કરતી વાત નોંધી છે કે –
“દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ ‘આત્મસિધ્ધિ’ને ઉદાર દૃષ્ટિથી તેમજ તુલના દૃષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મનો મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવો છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારનો યોગ આવશ્યક છે.” (શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, ગૂજરાત વિદ્યાપીઠ પ્રકાશિત ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ પૃ. ૩૮)
આ બધા સંદર્ભો મારા ‘બિરાદર' ઓગસ્ટ-૦૯ના અંકમાં પ્રકાશિત “વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા' લેખના અનુસંધાનમાં બે સર્વોદયમિત્રોએ ઊઠાવેલ પ્રશ્ન પરત્વે આપી રહ્યો છું. વિમલાદીદીના તેમાં અપાયેલ યુગસંદેશ પાછળની વિશાળ ભૂમિકા અને તેમના તેમજ અન્ય મહત્ પુરુષોનાં ચિંતન-સંદર્ભો સમજવા આવશ્યક છે. તેનો અલ્પાંશ આ લખનારની ‘સપ્તભાષી આત્મસિધ્ધિ’, ‘પંચભાષી પુષ્પમાળા' જેવી પ્રકાશિત અને ‘Voyage within with Vimlajee' જેવી અપ્રકાશિત કૃતિઓમાં અને થોડી લેખમાળાઓમાં અપાયો છે. ‘બિરાદર' માસિક મુખપત્રની ઘણી સ્થળ મર્યાદા છતાં મારો ઉક્ત લેખ મહત્ત્વનો સંકેત તો આપે છે. એ લેખનો આગળનો બીજો વિશદ ભાગ (જે આ સાથે જોડ્યો છે, તે) છાપવાની શક્યતા પત્રની સુવિધા પર નિર્ભર છે. આથી તેમાંના થોડા જ વાક્યો અહીં ટાંકીને પછી ઉપર્યુક્ત ભૂમિકા અને મહતોના સંદર્ભો પર આવીશ. ઉક્ત આવશ્યક યુગસંદેશ, જે સજગતા અને સમગ્રતાના સાધિકા દીદીએ અનેકદા આપ્યો છે, પ્રથમ ગુજરાતની પ્રજા માટે વ્યક્ત કરતાં વિમલાદીદી પોકારીને સ્પષ્ટ કહે છે :
“ગુજરાતની પ્રજા પર તો મારા શ્રીમનું મોટું ૠણ છે. વિવેકાનંદને આંબી જાય એવી એમની વાણી છે. મોહમયી મુંબઈ નગરીમાં પેઢી પર બેસીને એમની અવિરત સાધના ચાલી, એ વ્યક્તિ ન હતી, એ તો એક Phenomenon હતા..... શ્રીમદ્ ના હોત તો મોહનદાસ કરમચંદમાં રહેલો
શ્રીમદ્-સાહિત્ય, વિમલાદીદી અને ગુજરાત
૧૫૩