________________
તે લાગે છે. શ્રીમદ્ જેવા પોતાના જ હીરાની ગુજરાતની વિશાળ પ્રજાને ખબર, ઓળખ, કદર છે ખરી ? - અહીં વિસ્મૃત શ્રીમદ્જીને વ્યાપકરૂપે યાદ કરાવવા-વિચારવા-વાગોળવાઅપનાવવાની હિમાયત જ્યારે દીદી કરે છે ત્યારે તેઓએ વિવેકાનંદને ઓછા આંક્યા નથી. અહીં કોઈને ય ઓછા આંકવાની વાત જ નથી ! શ્રીમન્ને નિજાનુભવથી (માત્ર પુસ્તકોથી નહીં !) આત્મસાત્ કરીને, શ્રીમદે પોતે ઝંખેલી અને કરવા ધારેલી આધ્યાત્મિક ક્રાન્તિ’ને સ્વયં સાકાર કરવા જઈને, દીદી તેમને “મારા શ્રીમદ્ કહીને કેટલા આત્મીય ભાવથી બિરદાવે છે અને ગુજરાતની પ્રજા પર રહેલા તેમના મોટા ત્રણ'ની યાદ અપાવે છે ! આમ કરવાના તેમના ઉપક્રમમાં તેમણે ન તો વિવેકાનંદને ઓછા આંક્યા છે, ન તેમની તુલના કરી છે. કૃષ્ણમૂર્તિની જેમ વિવેકાનંદને પણ રાજચંદ્રની તુલનામાં નહીં, પણ પોત પોતાની સ્વયં સ્થાનની ગરિમામાં રાખ્યા છે, મૂક્યા છે. સૌ પોતપોતાને સ્થાને Unique રૂપે છે.
વિમલાદીદીમાં અહીં ભારોભાર વિવેક છે. સમગ્રતાના સાધક-ઉપાસકમાં સ્પષ્ટ વિવેક દૃષ્ટિ હોય છે. શ્રીમદ્ભા શબ્દોમાં –
જ્યાં જ્યાં, જે જે, યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં, તે તે, આચરે, આત્માર્થી જન એહ.” (“આત્મસિદ્ધિ') બીજું, આવા વિવેકવાન વિમલાદીદી – વિમલાનંદ'-ની વિવેકાનંદ પ્રત્યે કોઈ ઓછી આસ્થા, ઓછી સદ્ભાવના છે? સ્વામી વિવેકાનંદ સ્મૃતિ-સ્પર્શના અને ગરિમા પોતાના (વિવેકાનંદ-મિત્ર એવા) નાના પાસેથી ગળથુથીમાં પામનાર, બાર વર્ષની ઉંમરે ‘વિવેકાનંદ મંડળ” સ્થાપી તેમના વિચારો પ્રસરાવનાર, વિવેકાનંદજીના ઉપકારક ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસનો (‘ઠાકુર'નો) અંતર-સંપર્ક રાખનાર વિમલાદીદી જેવા રવયં જ ડંકાની ચોટ પર અનેકવાર શ્રીમદ્ રાજચંદ્રજીને બિરદાવતા પૂર્વોક્ત વિધાનો કરે (જેના અનેક સમર્થ પ્રમાણો આ લેખક પાસે છે) ત્યારે તેની પાછળના રહસ્યો ને કારણો શા હશે ? એ સર્વ વિવેકીજનો માટે વિચારણીય છે.
શું ‘નાત્મવત્ સર્વભૂતેષુને સહજ-સર્વદા અપનાવનાર, સર્વ ભૂતોમાં સમદર્શન કરનાર બે સંતોમાં-એ સંતોના આત્મસ્વરૂપોમાં – અભેદ ન જોતા હોય? “જ્યાં
જ્યાં જે જે યોગ્ય છે'ની ઉપરોક્ત વિવેકદ્રષ્ટિ અનુસાર ગુજરાતની પ્રજા સમક્ષ ગુજરાતના જ વિસ્મૃત સુપુત્ર રાજચંદ્રજીને આગળ ધરે તેમાં બીજા સંતને તરછોડીને ભૂલી જવાની કે ઓછા ગણવાની વાત ક્યાં આવી ? દીદીના આવા અભિગમ કે હાર્દને સમજ્યા વિના તેમના વિષે જલ્દી અભિપ્રાય આપી દેવો, કે પોતાના અલ્પ શ્રીમદ્રસાહિત્ય, વિમલાદીદી અને ગુજરાત
૧૫૫