________________
આત્મસિદ્ધિ' હાલ બેંગલોરની સાહિત્ય અકાદમીની અ.ભા. લેખક પરિષદ વેળા લઈ ગયા છે. દક્ષિણની શેષ તેલુગુ, તમિલ, મલયાલમમાં તેના અનુવાદો સંપન્ન કરાવવાના પ્રયત્નો છે. પ્રાચીન ભાષા પ્રાકૃતમાં તે ભાષાંતરિત કરવા કર્ણાટકના શ્રવણ બેલગોળાની “પ્રાકૃત વિદ્યાપીઠના નિદેશક ડૉ. પ્રેમસુમન જૈન તે લઈ ગયા છે. વિદેશોમાં જર્મનીના એક મિત્ર જર્મન ભાષામાં તેના અનુવાદનો પ્રયત્ન કરી રહ્યા છે. અંગ્રેજીમાં તો સ્વયં ગાંધીજીએ તેનો અનુવાદ પ્રથમ કરેલો (બીજાઓએ પછી !) જે પાછળથી લંડનની બસમાં જતાં ખોવાઈ ગયેલો !
આ બધું સૂચવે છે કે શ્રીમદ્રકૃતિ “આત્મસિધ્ધિમાં કેટલી વિશ્વવ્યાપકતા, કેટલી ક્ષમતા, કેટલી પ્રાણશક્તિ ભરી છે ! એને શું વિશ્વ બહારના નોબેલા પ્રાઈઝની જરૂર છે ? ગુરુદેવ રવીન્દ્રનાથની ગીતાંજલિ'ને વિશ્વના નોબેલ પ્રાઈઝ મળવાના પહેલાં બંગાળના જ વિદ્વાનોએ તેને શું પુરસ્કાર આપેલો એ જાણ છે? ગુરુદયાળ મલ્લિકજીના શાંતિનિકેતન-ઘટના જ્ઞાનના આધારે કહીએ કે બંગાળના જ એ વિદ્વાનોએ ગુરુદેવને ગીતાંજલિ નોબેલ પ્રાઈઝ જાહેરાત પૂર્વે પ્રથમ “જોડાનો હાર” આપ્યો હતો અને નોબેલ પ્રાઈઝ પછી આપેલો ફુલોનો હાર ! - જે ગુરુદેવે “શે પાદર ગામા ન છાને” (એ મણિહાર મને ન શોભે, મારે ન જોઈએ) , કહી નકાર્યો હતો, ને એ સારીએ ઘટના પર દૂર બેઠેલા શાયર ઈકબાલે આવો પ્રતિભાવ ત્યારે આપ્યો હતો :
“ ગોર ! તૂ ક્યોં હિન્દ મેં પૈ દુઆ ? યહાં તો રિયા--હા , नाकद्रियों की लहर है; शायर-हिन्दोस्ताँ होना, खुदा का कहर है !"
પણ ગુજરાત કૃતજ્ઞ છે, આવું કૃતન નહીં. શ્રીમદ્જીની ચિરંતન કૃતિઓનું એ મૂલ્યાંકન કરશે જ કરશે, એને અવશ્ય અપનાવશે.
દીદીની આવી શ્રદ્ધામાં આપણો પ્રાર્થના સૂર ભેળવી, શ્રીમદ્ સાહિત્યના અનુશીલન અધ્યયનનો અભિગમ કેળવીએ, સંકલ્પ કરીએ તેમાં તેમની વિભૂતિપૂજા કે વ્યક્તિપૂજા નહીં, સત્સાહિત્યની સર્વોપકારક અનુમોદના છે, અભિવંદના છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ II
(પ્રકાશિત ‘બિરાદર’ સપ્ટેમ્બર, ૨૦૦૯)
મક
નોંધ: જે શ્રીમદ્ સાહિત્ય, અભ્યાસી મિત્રોને જોઈએ તે આ લેખક દ્વારા (ગુજરાતમાં અગાસ આશ્રમી) માત્ર ટપાલખર્ચ ઈ. મોકલી મેળવી શકશે. પંચભાષી પુષ્પમાળા' સૌ માટે ભેટ તૈયાર છે.
૧૫૮
રાજગાથા.