________________
ડો. રમણલાલ શાહનાં લખાણો ઉપરાંત હિન્દીમાં શ્રી ચન્દ્રપ્રભના ‘મારા માવા મિલ ગયા ।' જેવા ભારતમાંથી પ્રસિદ્ધ ગ્રંથો-લખાણો ઉપરાંત વિદેશોમાંથી પ્રકાશિત થઈ રહેલ શ્રીમદ્ સાહિત્ય” આ સર્વમાંથી આપણા ઉપર્યુક્ત પત્રલેખક મિત્રોએ કેટલું, કયું સાહિત્ય વાંચ્યું-વિચાર્યું છે ?” આ પ્રતિ-પ્રશ્ન પૂછવાથી તેમને માઠું તો નહીં લાગે ને ? આમાંથી થોડું પણ જોઈ-ચિંતવી ગયા હોય તો તો ઠીક અને તેમનું પ્રશ્નો કરવાનું સ્થાને છે. એમ ન થયું હોય તો એ સૌને આ બધું વાંચી ચિંતવી ગયા પછી જ પોતાના અભિપ્રાય મૂકવા વિનમ્રભાવે સૂચન કરી શકું ?
એ જાણવું સમીચીન થશે કે વિનોબાજી અને બાળકોબાજી બંનેએ ‘શ્રીમદ્ રાજચંદ્ર' બે ગ્રંથો આઘાંત વાંચ્યા. આ લખનારને તે વિષે ચર્ચા વિચારણા કરવા અનેકવાર પ્રત્યક્ષ અને પત્રો દ્વારા તેમજ શ્રીમદ્ પદો ગવરાવતા રહીને અનુગ્રહ કર્યો. શ્રીમદ્ વિષયક બાબાના બાળકોબાજી પરના અદ્ભુત ચિંતનીય પત્રો આ લખનાર પાસે છે, જેને સ્વયંના ઉપયોગ માટે જ રાખવાનો બાબાનો આદેશ રહ્યો ઃ આ પછી પંડિત સુખલાલજી-સહજાનંદઘનજીમલ્લિકજી અને સવિશેષે વિમલાદીદી સાથે તો શ્રીમદ્ સાહિત્ય અનુશીલન ૧૯૬૭ની ઈડર પહાડ પરની સહયાત્રાથી માંડીને તે પછીની અનેક શિબિરોની અને આબુ-ડલહૌસીની અંતર્યાત્રાઓ સુધી ચાલ્યું, જે બધાનો ઉલ્લેખ પૂર્વલેખમાં છે. સંક્ષેપમાં, આ સર્વ મહત્ પુરુષોએ શ્રીમદ્ભુ વિષે એટલું બધું સુગમ, સુદૃઢ અને સુસ્પષ્ટ કરાવ્યું છે કે એ સર્વ આજના અશાંત વિશ્વસમક્ષ મૂકવાનો યુગધર્મ દીદીના પૂર્વોક્ત યુગસંદેશ દ્વારા મળે છે. (“સુખ અને શાંતિ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે.” – શ્રીમદ્ભુ) ઉપર્યુક્ત સર્વ સાહિત્યાદિમાં પંડિત સુખલાલજી અને વિમલાદીદી આ બેનાં પણ શ્રીમદ્-લખાણોનું હાર્દ ગુજરાતી મિત્રોમાં આવે તો ઘણું. કાકા સાહેબ કાલેલકરે જેની ગુજરાતી ભાષાને પણ બિરદાવી અને જેની કાનો-માત્રાની પણ ભૂલ વિનાની સાંગોપાંગ અમરકૃતિ બની તેવી શ્રીમદ્જીની ‘આત્મસિધ્ધિ’ એ માત્ર દર્શનની નહીં, વિશ્વસાહિત્યની કૃતિ છે. તેના સાત ભાષાઓના અનુવાદ સંપાદિત થયા પછી દીદીએ ભાવના વ્યક્ત કરી કે એ ૧૪ ભાષાઓમાં પણ કેમ અનૂદિત ન થાય ? ‘ગીતાપ્રવચનો’ અને ‘ગીતાંજલિ' જેમ એ અનેક ભાષાઓમાં જાય. અને હવે તેમની જ આ ભાવના જાણે સાકાર થવા જઈ રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની આધુનિક ભારતીય ભાષાઓના ભાષાંતર ઉપક્રમોમાં કાશ્મીરના ‘આધુનિક લલ્લા' ગણાતા કવયિત્રી શ્રીમતી બિમલા રૈના કાશ્મીરી ભાષામાં અનુવાદ કરવા ‘સપ્તભાષી
આ લેખક દ્વારા : 1580, કુમારસ્વામી લે આદિ, બેંગ્લોર-560111 (ફોન 080-26667882) શ્રીમદ્-સાહિત્ય, વિમલાદીદી અને ગુજરાત
*
૧૫૦