________________
કે અપૂર્ણ જ્ઞાન છતાં પોતાના અભિમત-અભિનિવેશનો આગ્રહ રાખવો એ પોતાના પૂર્વગ્રહીત મન (conditioned Mind)નું, ખુલ્લાપણાના (Openmindedness) અભાવનું પરિચાયક નથી ?
આથી દીદીના કથન માટે આ અને આવા અનેક સંદર્ભોમાં આ લખનારના ઓગસ્ટના ‘બિરાદર'માંના લેખના સમાપનના અનુસંધાનમાં “શ્રીમજીનું અને તેમના સાહિત્યનું માહાભ્ય હજુ તો વ્યક્ત થવું શેષ છે” આ સ્મૃતિ આપીને પુનઃ વિનમ્રપણે પૂછવાનું કે વિવેકાનંદને તો ગુજરાતે-આપણે પૂરતા જાણ્યાં, યાદ કર્યા પણ ગુજરાતના જ શ્રીમદ્ઘ ગુજરાતના યુવકોએ જનસમાજે કેટલા જાયા ?*
દીદીના જે અવતરણ-ચિહ્નમાં મહત્વ આપવા મૂકાએલ યુગસંદેશને દીદીની આધ્યાત્મિક ક્રાન્તિની ભાવનાના અનુસરણમાં તદનુસાર અમલમાં મૂકવા ક્યારથી યે અમારા થોડા વિનમ્ર પ્રયત્નો ચાલ્યા છે. આ શ્રૃંખલામાં “મોક્ષમાળા'ની શ્રીમદ્ કૃતિ પર હંપી કર્ણાટકના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પર પ્રથમ શિબિર યોજાયો. એ પછી પંચભાષી પુષ્પમાળા'ની પોકેટ બૂકોનું મુદ્રણ-પ્રકાશન ચાલ્યું, જેની ગુજરાતીહિન્દી-અંગ્રેજી પુસ્તિકાઓ તો (નામના મૂલ્ય) તૈયાર અને ઉપલબ્ધ છે.* અન્ય ભાષાઓમાં તે મુદ્રણાધીન છે. અન્ય અનેક શિબિરો, સી.ડી. નિર્માણો વગેરે દ્વારા પણ આ સર્વ સતત ગતિમાન છે. અમારા પરિચયમાં આવનારા અનેક નવયુવકો આ સર્વથી નહીં જાણેલું જાણી રહ્યાં છે - ગુજરાતમાં, ભારતમાં અને ભારત બહાર.
પરંતુ અહીં આવા જાગી રહેલા નવયુવકો, નવી પેઢીની કે વિશાળ જનસમાજની વાત બાજુએ રાખીએ, આપણા વિચારશીલ ને વંદનીય કર્મઠ કાર્યકર્તાઓ, વિચારકો, અહીં ઉલ્લેખ કરેલા સુજ્ઞ વિચારવાન પત્રલેખકોએ પણ શ્રીમનું સ્વયં લિખિત સાહિત્ય કેટલું વાંચ્યું-વિચાર્યું? શ્રીમદ્ વિષે પંડિત સુખલાલજીનાં “દર્શન અને ચિંતન’: “શ્રીમદ્ રાજચન્દ્ર-એક સમાલોચના', “શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ્', “શ્રીમદ્ રાજચન્દ્ર અને ગાંધીજી' વગેરે, ડો. ભગવાનદાસના “અધ્યાત્મ રાજચંદ્ર; સહજાનંદઘનજી (ભદ્રમુનિ)ના ‘તત્વવિજ્ઞાન”, “ઉપાસ્યપદે ઉપાદેયતા'; વિમલાતાઈના અપ્રમાદયોગ, પર્યુષણ પ્રસાદી, Yoga of silence, “સપ્તભાષી આત્મસિદ્ધિના પુરોવચનો-પરિશિષ્ટો, ડો. સરયૂ મહેતાના “શ્રીમદ્ગી જીવનસિધ્ધિ', બ્ર. ગોવર્ધનદાસજીના જીવનકલા', શ્રી મુકુલભાઈ કલાર્થીના “આત્મસિદ્ધિશાચ, ડો. રાકેશભાઈ ઝવેરીના શ્રીમદ્ભા ચાર વિવેચન ગ્રંથો, ડો. દિગીશ મહેતા અને
* જુઓ આ પુસ્તકનું જ પ્રથમ પ્રકરણ : “શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે?” ૧૫૬
રાજગાથા