________________
કૃષ્ણપુરમ ગામ હતાં. હેમકૂટ તથા ચક્રકૂટ નામના બે જૈન તીર્થો પણ હતા તથા નદીપાર ભોટ-જૈન તીર્થ હતું. આ ત્રણે તીર્થો દિગમ્બર સંપ્રદાયને અધીન હતા. દિગમ્બર જૈન ભટ્ટારકોના મઠ પણ હતા.
રાજા બુક્કરાયના સમયમાં ત્રીજો એડવર્ડ ઈંગ્લેન્ડની ગાદીએ હતો. બુક્કરાયની પાટે હરિહર દ્વિતીય અને તેની પાટે રાજા દેવરાય પ્રથમ રાજ્યારૂઢ થયા. તે અરસામાં આ નગરનિર્માણ સારી પેઠે વિસ્તરી ગયું હતું.
આ સામ્રાજ્યના સિંહાસન ઉપર કેટલાક કાળ પછી રાજા કૃષ્ણદેવરાય વીસ વર્ષની ઉંમરે બિરાજ્યા. એ મહાન્ પરાક્રમી સર્વધર્મસમસ્વભાવી અને ઉદાર હતા. સર્વધર્મ સંરક્ષણને લગતા એના શિલાલેખ અદ્યાપિ અહીં વિદ્યમાન છે.
સન્ ૧૫૦૯ થી ૧૫૨૯ સુધીના એના શાસનકાળમાં આ સામ્રાજ્ય ખૂબ વિસ્તર્યું. વર્તમાન મૈસુર રાજ્ય, આંધ્ર રાજ્ય, તમિલનાડુ તથા મહારાષ્ટ્ર અને કેરલનો કેટલોક મુખ્ય ભાગ એ બધા આ રાજ્યના જ અંગો હતાં. ઓરીસ્સા નરેશ એનો ખંડિયો હતો. સંરક્ષણ ખાતાઓમાં ૧૦ લાખ સૈનિકો હતા તેમાંથી 3 લાખનું લશ્કર આ વિજયનગરની છાવણીમાં રહેતું. અહિ પાટનગરમાં નાગરિક જન સંખ્યા વધુ ૧૬ લાખથી અધિક બતાવવામાં આવે છે.
આ રાજાને સોનાથી તોળવામાં આવતો અને તેનું દાન થતું. તેના સ્મૃતિચિન્હ રૂપે પથ્થરનો વિશાળ કાંટો (‘તુલાભાર”) આજે વિદ્યમાન છે. એના સમયે આઠમો હેનરી ઈંગ્લેન્ડની ગાદીએ હતો. ઘણા વિદેશીઓએ આ નગરના દર્શન કર્યાના ઉલ્લેખ મળે છે.
ત્યારપછી આ સામ્રાજ્યના સિંહાસન ઉપર અચ્યુતરાય અને પછી અંતિમ હિન્દુ રાજા સદાશિવરાય આવ્યા. સદાશિવરાવ ઘણો નબળો હતો. એની નબળાઈનો ઘણો લાભ લેવા મુસલમાન નવાબો આપસી વિખવાદ ટાળીને એકત્ર થયા. બીજાપુરનો અલિ આદિલશાહ, અહમદનગરનો નિઝામ શાહ, બિદરનો બહાદુરશાહ ગોળકૉન્ડાનો કુતુબશાહ અને બીદરનો ઉમ્મદશાહ એ પાંચે મળીને વિજયનગર સામ્રાજ્યના સૈન્યનો કચ્ચરઘાણ વાળ્યો. પ્રજાને લૂંટી અને આ નગરને ખેદાન મેદાન કર્યું. નગરના સ્થાપત્યોને તોડતાં લગભગ છ માસ લાગ્યા હતા. પ્રજાજનો બિચારા કેટલાય લાખની સંખ્યાએ રહેંસાઈ ગયા ! લાખો મહાલયો અને હજારો મંદિરોને તોપગોળે ઉડાવ્યા !!
એ નગરની વૈભવ સમ્પન્નતાની ગુણગાથા સંભળાવતા સેંકડો જિનાલયો, સેંકડો શિવાલયો, અનેક વિષ્ણુ-ગણપતિ મંદિરો, હજારો ગુફાઓ, સેંકડો બજારો, હજારો ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય
૧૩