________________
પણ આ અલ્પજ્ઞને આ માટે અભિનંદે છે ત્યારે જ તેમની એ અનુગ્રહ લીલા વિસ્મય પમાડે છે. “સપ્તભાષી', Selected works of Srimad Rajchandra, અન્ય શ્રીમદ્ સાહિત્યના બહુભાષી પ્રસારમાં દીદીનું એટલું મોટું યોગદાન અનેકરૂપે રહ્યું છે કે જેટલું હજુ સુધી શ્રીમદ્ નામધારક કોઈપણ આશ્રમ કે સાધક-ભક્તનું કદાચ રહ્યું નથી !
વિમલાદીદી શ્રી જે. કૃષ્ણમૂર્તિનું, પોતાની સ્વાનુભવ શૈલીમાં, જે ભાષ્ય કરી ગયા તેથી ઓછું માહાભ્ય તેમણે શ્રીમદ્જીનું અને તેમના સાહિત્યનું કર્યું કે આંક્યું નથી, એ અનેક મહાનુભાવો જેમ આ અલ્પાત્માને સ્પષ્ટ દેખાયું છે, જે હજુ તો વ્યક્ત થવું શેષ છે. સ્વ. ત્રિકમલાલભાઈ જેવાને દીદીમાં જ શ્રીમદ્ દેખાયા, તો આ લખનારને તેમણે શ્રી કૃષ્ણમૂર્તિનો બેંગ્લોરમાં પ્રત્યક્ષ પરિચય-મુલાકાત કરાવીને પછી કૃષ્ણમૂર્તિ-શ્રીમદ્ બંનેને પરમજ્ઞાનરૂપી આદિત્યના બે ભિન્ન ભિન્ન કિરણોરૂપે દર્શાવ્યા ! એક પત્રમાં તેમણે ઉત્તર વાળ્યો - મારી જિજ્ઞાસા-પૃચ્છાનો :
શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગ મહાપુરુષ હતા. શ્રી જે. કૃષ્ણમૂર્તિ જીવનરસિક આત્મોપલબ્ધ મહાપુરુષ હતા. સત્ય અનંત છે. વિભિન્ન મહાત્માઓ દ્વારા તેની વિભિન્ન છટાઓ વ્યક્ત થાય છે. સૂર્યકિરણોમાં સાત રંગ છે. એક રંગ બીજા રંગ જેવો નથી, પરંતુ છે બધા એક આદિત્યથી ઉદિત !” (૧૨-૦૮-૨૦૦૪)
આવો અભિગમ મૌન સહબેઠકો, પત્રો અને પ્રત્યક્ષ સંવાદોમાં વ્યક્ત કરતા રહેલાં દીદી આ લેખકને અને સમગ્ર વર્તમાન જગતને તો અવારનવાર શ્રીમદ્ અને શ્રીમદ્ સાહિત્યને, એ સાહિત્યના અનુચિંતન, અનુશીલન અને અનુગમનનો વર્તમાનકાળનો તરણોપાય દર્શાવતાં તેમના પ્રત્યેની શ્રદ્ધા દઢ કરાવતાં, તેમના સાહિત્યને પ્રસરાવવા સતત ભલામણ, પ્રયાસ, સહાય કરતાં રહ્યાં. તેમનો અનેકવારનો આ “અંતરબોધ-પ્રબોધ અંતરિક્ષમાંથી જાણે પડઘા પાડે છે –
ગુજરાતના અને ભારતના યુવાનો હવે વિવેકાનંદને ભૂલી જાય, શ્રીમદ્ રાજચંદ્રને અપનાવે. તેમના સાહિત્યને યાદ કરે. તેમના વચનોને પોકેટ બુકો બનાવી હૃદયમાં પણ લખે. તેમની “મોક્ષમાળા' જેવી કૃતિઓને પાઠ્યપુસ્તક બનાવે. તેમની “પુષ્પમાળા ઓને જીવનમાં ધારણ કરે.”
વિમલાદીદીના આ વર્તમાનકાળ માટેના યુગસંદેશને સમાદરથી ચિંતવવાઅપનાવવાનો આજના આક્રાંત, અશાંત, આતંકિત જગત સામે પડકાર અને સમય આવીને ઊભો છે.
૧૫૦
રાજગાથા