________________
હતી તેનાથી હું મુગ્ધ બની રહી અને તે કારણે હું આકર્ષાઈ હતી. માનવીમાં રહેલી Innate goodness વિષેની - પાયાના શુભ તત્ત્વ વિષેની - શ્રદ્ધા પર આધારિત એવા ક્રાંતિકારી આંદોલને માનવજાત પ્રત્યેના પ્રેમથી ભરેલા મારા ચિત્તને આકર્ષે હતું. એને લગતી પ્રવૃત્તિ પાછળ મારામાં રહેલી કર્તૃત્વશક્તિને અભિવ્યક્ત કરવાની કોઈ ખાસ વૃત્તિ નહોતી, પણ માનવજાત માટેના પ્રેમને અભિવ્યક્ત કરવાનો આશય હતો. (આ આંદોલનમાં) જીવતા જાગતા ભારતનો આ પ્રત્યક્ષ પરિચય મારા માટે એક જુદા જ પ્રકારનો અનુભવ હતો.” (સંદર્ભ વિમલ સંસ્મરણો’ : પ્રભાબેન)
ભૂદાન છોડીને આબુનિવાસી બનેલાં અને ચેતનાના નવા આયામને ઉઘાટિત કરવા પર્વતોની ગોદ શોધતાં વિમલાબહેન વિષેના શ્રીયુત્ પરમાનંદભાઈના ઉપર્યુક્ત લેખ અને તેમના કવયિત્રી સુપુત્રી શ્રીમતી ગીતાબેન પરીખે કરેલા દીદીના “મૌન
મનુના”ના “નવા પલટો' શીર્ષકથી કરેલા કાવ્યાનુવાદથી ઘણા શોધકો સાધકોને ત્યારે તેમની નવી ભાળ અને ઓળખ મળ્યાં હતાં. આ બધામાંના સ્વનામધન્ય સાધકોમાં શ્રી ત્રિકમલાલ મહાસુખરામ, બિંદુકાકા, ભોગીભાઈ વગેરેને ત્યારે આબુમાં દીદી દ્વારા શ્રી કૃષ્ણમૂર્તિનો પણ પરિચય થયો. “એ દિવસોમાં શ્રીમદ્ રાજચંદ્ર અને કૃષ્ણમૂર્તિની વાતો વિશેષ થતી. કૃષ્ણમૂર્તિના પ્રવચનો વાંચ્યા પછી એના પર ચર્ચા પણ થતી. શ્રી ત્રિકમભાઈને શ્રીમદ્ રાજચંદ્ર પર પ્રચંડ શ્રદ્ધા હતી. શ્રીમદ્ રાજચંદ્રના પદો-ખાસ કરીને “આત્મસિદ્ધિ તેમના બુલંદ અવાજે વાંચી સંભળાવતા.”
(વિમલ સંસ્મરણો ૯) આ પ્રાથમિક પરિચય પછી જેટલો શ્રી કૃષ્ણમૂર્તિનો પ્રત્યક્ષ પરિચય થયો, તેટલો જ શ્રીમદ્ રાજચંદ્રજીનો પરોક્ષ પરિચય તેમના અથાગ સાહિત્યના અવગાહન અને અંતર્દર્શન દ્વારા દીદીને થયો. આ પછી ૧૯૭૩માં તેમણે આબુમાં શ્રીમદ્જી પર આઠ દિવસ પર્યુષણ પ્રવચનો આપ્યાં, જે “અપ્રમાદ યોગ” (Yoga of silence) અને બીજા પર્યુષણ પ્રસાદી (એ બંને પુસ્તકોમાં તેમણે “શ્રીમદ્જીના જીવનમાં પળભરનોય પ્રમાદ ન હતો અને રસ્તીભરનું અસત્ય ન હતું' એમ કહીને અંજલિ અહોભાવ વ્યક્ત કરેલ છે.) શીર્ષકથી પ્રસિદ્ધ થયાં છે. એટલું જ નહીં, શ્રીમજી પ્રત્યે તેમનો વધતો ગયેલો અહોભાવ અને અભિગમ અનેકોને અનેક પ્રકારે પ્રેરણા અને પ્રત્યક્ષ પ્રોત્સાહન આપી રહ્યો. “આત્મસિદ્ધિની અદ્દભુત અપૂર્વ રચના પરની તેમની અપાર આસ્થા, જે આ લખનારને “સપ્તભાષી આત્મસિદ્ધિ'ના સંપાદનસર્જનમાં મહાનિમિત્ત બની, તેમના જ શબ્દોમાં જોઈએ :
૧૪૮
રાજગાથા