________________
૧૯
વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા
– પ્રા. પ્રતાપકુમાર ટોલિયા. અધ્યાત્મને અભિનવ આયામ અર્પનારા, સમગ્રતા (Wholeness) - અખિલાઈના અલખ આરાધિકા, જીવનયોગના મહાસાધિકા જીવનદૃષ્ટા વિદુષી વિમલાતાઈ ઠકાર અંતે પ્રાયઃ ૮૮ વર્ષનું જીવનવન વટાવીને વિરાટને દ્વારે પહોંચી ગયાં છેઃ ૧૧ માર્ચ, પૂર્ણિમાના પરોઢે, ચૈતન્ય જયંતીના દિને.
અનેક જન્મોની પૂર્વ સાધના લઈ આવેલા, અપાર પુરુષાર્થ આદરેલા, અનેક સંતો-દષ્ટાઓ-મહામાનવોના સ્નેહ-સાંનિધ્ધ પામેલાં, અનેક ગ્રંથોને અવગાહ્યાં છતાં સ્વાનુભવના જીવનગ્રંથને ઉકેલવા મથતાં વિમલાદીદી આખરે મહાવિદેહના “સોહામણા નિસ્પૃહ દેશ'-અગમ દેશના અગમ માર્ગે સંચરી ગયા છે – આ જીવનનું એક આનંદસભર અભિનવ દર્શન કરાવીને, અનેકોના જીવન અજવાળીને, દેહમાં વસવા છતાં વિદેહી દશા ધારતા જીવીને !
આ પંક્તિલેખકનો તેમની સાથે, અનેક ઉપકારક સપુરુષોની પાવનનિશ્રા ઉપરાંત, પ્રાયઃ ૫૪ વર્ષનો સુદીર્ઘ નાતો. ભૂદાન આંદોલન ૧૯૫૪થી માંડીને આજ ૨૦૦૯ સુધીનો આ લાંબો પરિચય સંબંધ. એ નાતાએ જીવનમાં ઘણો મોટો સર્જનમય ભાગ ભજવ્યો છે – “તરે તર્વનિત' વત્ નિકટથી અને દૂરથી. Yoyage within with Vimalajee પુસ્તિકામાં એમાંનો અલ્પાંશ આલેખાયો છે. આ ઉપક્રમમાં દીદીના ભૂદાનના ઓવારે બાબા વિનોબાજી સહ, “અનંતના સથવારે” જે. કૃષ્ણમૂર્તિ સહ અને મહાવિદેહે છતાં અહીં સાક્ષાત્ ધબકતા શ્રીમદ્ રાજચંદ્રજી સહ, આ અલ્પાત્માનો અલ્પ અંતર્વિહાર ચાલ્યો છે. આ બધાનો અહીં વિમલાદીદીના સંદર્ભમાં થોડો જ સંસ્પર્શ કરીશું.
આઠ વર્ષ ભૂદાનમાં તેનો આધ્યાત્મિક આયામ શોધવા જોડાયેલા દીદીએ સ્વ. પરમાનંદભાઈના પ્રબુધ્ધ જીવન'માંના લેખના અને તેમના ૩૦-૦૬-૬૩ના પત્રના ઉત્તરમાં લખેલું કે,
હું ૧૯૫૩માં ભૂદાન આંદોલનમાં જોડાઈ ત્યારે લોકકલ્યાણની કોઈ એક પ્રવૃત્તિ સમજીને જોડાઈ ન હતી, પણ એ આંદોલનની જે એક આધ્યાત્મિક બાજુ વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા ૧૪૦