________________
શાંતિસેનાના અહિંસક મૂલ્યનો તેમાં અભિનવ-લેખન પ્રયોગ થયો. ગાંધી શતાબ્દી નિમિત્તે ૧૯૬૯માં એ નાટક અખિલ ભારતીય નાટ્ય-લેખન સ્પર્ધામાં મૂકાયું અને એ પરમકૃપાળુદેવની જ કૃપા કે ભારતભરમાં એને પ્રથમ ક્રમે સ્થાન અપાયું. એ પણ એક શ્રીમદ્જીની રાજભૂમિ રાજકોટ સાથેનો જ સાંકેતિક સંયોગ કે એ નાટકનું પારિતોષિક પણ કાકાસાહેબ કાલેલકરના હાથે રાજકોટમાં જ અપાયું ! આ પૂર્વે કાકાસાહેબે પૂ.પં. સુખલાલજીના સાંનિધ્યમાં આ અલ્પાત્માના કંઠે “અપૂર્વ અવસર સાંભળેલું અને પરમકૃપાળુદેવને “આત્મસિદ્ધિ' ની ભાષા સમૃદ્ધિ ઉપર અમદાવાદની જાહેર સ્મૃતિસભામાં તેમણે ત્યારે ભારોભાર અહોભાવ ભરેલી અંજલિ આપેલી.
આવા અનેક અનુભવોમાં પરમકૃપાળુદેવની જ કૃપાને સર્વત્ર અનુભવ કરતો જીવનના એક મહત્ત્વનાં સ્થાન અને સાધન પરિવર્તન પર આવવાનું નિર્માયું. “પ્રજ્ઞા સંવયન'ના “
પ્રાથન'માં લખ્યા અનુસાર બેંગલોર-હપીથી અમદાવાદ પધારેલા પૂ. અગ્રજ અને હેપી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના અધ્યક્ષ શ્રી ચંદુભાઈએ અને પૂ. પંડિતજીના આદેશે ગૂજરાત વિદ્યાપીઠમાં રાજીનામું આપવાનું વિચારી બેંગલોર જવા અને હેપી આશ્રમે નૂતન જૈન વિદ્યાપીઠ આરંભવા જવાનું ગોઠવ્યું. પૂ.શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજીના પ્રથમ ઈડરના પરિચયે એ વિચારણીય લાગતાં ૧૯૬૯ની શરદપૂનમે હંપી આશ્રમે પ્રથમ વાર જવાનું બન્યું અને ત્યાં વિદ્યાપીઠ સર્જન તેમજ બેંગલોર આજીવિકા અર્થે અગ્રજ સાથે વ્યવસાયમાં જોડાઈ અંતે અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠમાં રાજીનામું આપી ૧૯૭૦ના મે માસમાં બેંગલોરહેપી સ્થાનાંતર કર્યું. આનો થોડો ઉલ્લેખ “દક્ષિણાપથની સાધનાયાત્રાના મારા પુસ્તકમાં થયો છે. તે પૂર્વે સુશ્રી વિમલાતાઈ સાથે આયોજેલી selected works of Srimad Rajchandra'ની ગ્રંથ સંપાદન-સંકલના, પૂ.તાઈની થોડી નિરાશા સાથે, ત્યારે પડતી મૂકવી પડી.
આર્ષદૃષ્ટા, શ્રીમદ્સમર્પિત, સહજાનંદઘનજીની નિશ્રામાં નૂતન સર્જાયોજન . થયું. પૂ. સહજાનંદઘનજી અને અગ્રજ પૂ. ચંદુભાઈએ હંપી શ્રીમદ્ રાજચંદ્ર પર નૂતન ધ્યાનમય જિનાલય નિર્માણ કરવાનું આયોજન કરેલું. તે સાથે પૂ.પં. સુખલાલજી અને પૂ. સહજાનંદઘનજીની પરિકલ્પનાના શ્રીમદ્ રાજચંદ્રજી તત્તાધારિત નૂતન જેનવિદ્યાદર્શન વિશ્વવિદ્યાલય-નિર્માણની પરિકલ્પના જોડાઈ. સહજાનંદઘનજી અને અગ્રજ બને પણ અતિ ઉત્સાહિત અને આનંદિત. ઉદારમના અગ્રજે તો આ અનુજ અલ્પાત્માનો આવી વિદ્યાપીઠ સર્જનાનો સાથ પામી બંને બંધુ દ્વારા હેપી તીર્થે
૧૪૨
રાજગાથા