________________
દસ્તાવેજી સુડિયો રેકર્ડીગ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને અપૂર્વ અવસર”નું અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે, છતાં પરમકૃપાળુદેવની સ્પષ્ટ કૃપાના અનુભવપૂર્વક સાનંદ સંપન્ન થયું. મુંબઈ ઘાટકોપરના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિરે તેના ઉદ્ઘાટનની અસંમતિ દર્શાવતાં, પણ એ જ જ્ઞાનમંદિરના અધ્યક્ષ શ્રી દુર્લભજી ખેતાણી અને મંત્રીશ્રી પ્રભુદાસ સંઘાણીના સહયોગથી ઘાટકોપરના જ ભાટિયાવાડી સભાગૃહમાં પૂ. માતાજીએ ખાસ હેપીથી પધારી તે રેકર્ડોનું, વણકથ્યા પ્રભાવ ભરેલું, ઉદ્ઘાટન કર્યું - શ્રી ચીમનલાલ ચકુભાઈ, શ્રી લાલભાઈ સોમચંદ, ડૉ. સોનેજી (આત્માનંદજી) સમા અનેક મહાનુભાવોની સમુપસ્થિતિમાં ૧૯૭૪માં. આત્મસિધ્ધિ-ભક્તામરના આ અલ્પાત્માના ગાનના પ્રથમ રેકર્ડીગોના વિરોધીઓના હાથ એથી હેઠા પડ્યા અને વિરોધોની પ્રતિકૂળતાઓ વચ્ચે પણ જાણે પરમકૃપાળુદેવની અને સહજાનંદઘનજીની કૃપા વરસી ! તેમની જ ભાવનાઓ અને આજ્ઞાઓ જાણે વિશ્વભરમાં અનુગ્રંજિત થવા જઈ રહી હતી. સાથે જ તેમના યોગબળે અદ્ભુત, અકલ્પિત વિશ્વ-પ્રભાવના કરાવવાનું આ અલ્પાત્માને નિમિત્ત બનાવી કાર્ય કર્યું !
અનેકાનેક કસોટી પ્રસંગોએ આ પરમગુરુઓના યોગબળે જ યોગક્ષેમ ચલાવ્યું રાખ્યું અને લાજ રાખતા જઈ “મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે!”નો સાક્ષાતુ. અનુભવ કરાવ્યો. આ નિર્માણ કાર્યના અને પરિવારના વ્યવહારકાર્યના અપાર વિપરિત પરિસ્થિતિ પરિબળો વચ્ચે “જે શિર પરમકૃપાળુદેવ તેને શું કરશે સંસાર?” જેવા સહજાનંદ-પદોએ સતત ધીરજ બંધાવ્યા કરી. અન્યથા વ્યવહારના અને અધ્યાત્મસંગીતના - બંને ક્ષેત્રોમાં પ્રતિકૂળતાઓનો પાર ન હતો.
એક બાજુથી અગ્રજ અને સ્વયં પરિવારના પરિસ્થિતિ – પરિબળો વિપરિત સ્વરૂપે કાર્ય કર્યે જતા હતા, બીજી બાજુથી આજીવિકાળે અલ્પ વેતને પણ સ્વીકારેલી શ્રી સત્ય સાંઈબાબા કૉલેજના વિભાગાધ્યક્ષ-પ્રાધ્યાપક તરીકેની નોકરી સ્વધર્મસન્માન કારણે બે વર્ષ પછી ભ. મહાવીર ૨૫૦૦મા નિર્વાણોત્સવ દરમ્યાન છોડવી પડી હતી - બેંગલોરના પ્રભુ પાર્શ્વનાથ જિનાલયમાં બેસી સણસણતું રાજીનામું લખી અને હવે પછી જીવનભર જિનેશ્વર અને સરસ્વતીના ચરણે કંઠ અને કલમ મૂકવાનો સંકલ્પ કરીને ! - આજે આ ઘટનાને ચાલીસેક વર્ષનાં વહાણાં વહી ગયાં છે અને આ સંકલ્પના અંતે પરમકૃપાળુદેવ પરમગુરુની જ કૃપાપ્રેરણાથી, પદ પદ પર પારાવાર પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સર્જનો-સરસ્વતીકૃપા સર્જનો તો પ્રતિછાયારૂપ જીવનસંગિની સુમિત્રાના ૧૪૪
રાજગાથા