________________
પરમગુરુકૃપાકિરણની સ્વલ્પ સ્વ-સંવેદન કથા સંકેત : સ્વકથ્ય
अनन्य आत्मशरणप्रदा, सद्गुरु राजविदेह ।
पराभक्तिवश चरण में, धएं आत्मबलि ऐह ॥ અનાદિ આત્મયાત્રાનાં અનેક યુગ... ! અનેક યુગ વીત્યાં રે ભૂતળમાં ભટકતાં હો જી નાવ્યો ના'વ્યો પંથડા કેરો રે પાર...!”
એ પાર લાવવા, નિજ નિકેતન-નિજ ઘરે પહોંચાડવા પરમકૃપાળુએ પરમકૃપા કરી, તેમના જ કોઈ અકળ પૂર્વાનુગ્રહથી-પૂર્વ પરિચય માત્રથી, બહુ પુણ્યપુંજાતે આ માનવદેહ અપાવતાં, શરીરરથમાં પ્રવેશાવતાં જ આ આત્મ-સારથીને “આત્મસિદ્ધિ અને અન્ય પદ શ્રવણ-લાભ અપાવી દીધો !
કેવો, કેટલો એમનો પરમાનુગ્રહ !!
ઉપકારક પૂજ્ય માતા-પિતાએ પરમનિમિત્ત બનીને જન્મપૂર્વ અને ગળથૂથી થી જ આ પરમકૃપાળુ-પરમપદગાનનાં સંસ્કાર આપ્યાં. એ સર્વ ગવરાવતાં ગવરાવતાં પરમકૃપાળુદેવે જે દેહાયુએ “મોક્ષમાળા' રચી હતી તે જ આ અલ્પાત્માના દેહજન્મદિને પૂજ્ય પિતાશ્રીએ એક ઉપાલંભ અને એક મહાપ્રેરણાપૂર્વક ભેટ આપી. દીપાવલિના એ પ્રભુ મહાવીર નિર્વાણ દિને જ સંપ્રાપ્ત આ મહાપ્રદાને આ જીવનને બદલી નાખ્યું. ત્યારથી જ, પરમકૃપાળુદેવનાં એ વચનોથી એવો તો જીવન-પરિવર્તક વળાંક આવ્યો કે એ સર્વ વચનાદેશોને જીવનમાં પ્રત્યક્ષ પ્રયોગાત્મક રૂપે ઉતારવાનો પુરુષાર્થ પ્રારંભાયો. અનેક સંતોના પરિચયમાં એ વિકસવા લાગ્યો. દેહજન્મભૂમિ અમરેલીથી આરંભાયેલી આ અંતરયાત્રા એકાદ વર્ષના પૂનાના પર્વતી પર્વતિકા અને મુંબઈ નાલાસોપારાના ટેકરી વિસ્તારના મણિલાલ રેવાશંકર ઝવેરીના બાગ ઉપર અગ્રજ દ્વારા “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ પ્રાપ્ત થતાં આગળ વધી. એકાંતમાં એ ગ્રંથના પરમ ઉપકારક વચનામૃતોનાં પાન આરંભાયા. એ મહાગ્રંથના શીર્ષક શબ્દો જ પરમગુરુકૃપાકિરણની રવલ્પ રવ-સંવેદન કથા સંકેત : રવકથ્ય
૧૩૯