________________
પાટ, બાજોટ, થાળી અને અગરબત્તી – જ હતી અને માતાજીની જાણે “જડતી લઈને તેમને સફેદ સાડી પરિધાન કરાવાઈ હતી. ઓરડીને બંધ કરીને, તાળું મારીને, ચાવી ઉપરોક્ત સમિતિ પાસે રખાઈ હતી.
બ્રાહ્મમુહૂર્ત બાદ પ્રભાતે જ્યારે એ ઓરડી ખોલવામાં આવી ત્યારે નિકટસ્થ સાગરતટે સતત ગુંજતી ધૂન વચ્ચે એક દિવ્ય સુગંધ સર્વત્ર પ્રસરી ગઈ..... | દિવ્ય વાસક્ષેપ અને કુમકુમ, કે જેમાંથી એ સુગંધ પ્રસરી રહી હતી, સારી એ. ઓરડીમાં પથરાયા હતા. ત્યાં વિશેષરૂપે ત્રણ દિવ્યો પ્રગટ થયા હતા – એક થાળીમાં કુંકુમ રંગી સુગંધિત અક્ષત અને બીજીમાં રજતમય શ્રીફળ જેના ઉપર રત્નત્રય સિધ્ધશિલા સહિત સ્વસ્તિક તેમજ “શ્રી સીમંધર સવામી-મહાવિદેહ ક્ષેત્ર” અક્ષરાંકિત હતા તેમજ ચાંદીની પટ્ટિકા ઉપર નિમ્ન શ્લોક ઉત્કીર્ણિત હતો -
“इन्द्रादयो नतायस्य, पादपद्मे मुनिर्हि सः । યુપ્રધાન સહનાનંદધનો ભારતે .”
અર્થાતુ જેના ચરણકમળોમાં ઈન્દ્રાદિ દેવો નતમસ્તક છે એ સહજાનંદઘન મુનિ જ ભારતવર્ષમાં આજના યુગપ્રધાન છે.
ત્યારે શ્રી સહજાનંદઘનજીની પેલી શ્વેત ચાદર પણ કેસરી રંગની ઉપસ્થિત થઈ હતી અને શ્રી માતાજીના સ્વેત વસ્ત્રની સાડી કેસરી રંગની બની ગઈ હતી ! શ્રી માતાજી ત્યારથી “જગતમાતા' રૂપે ગણાયા-પૂજાયા. - ભક્તિમાં નિહિત અનંત શક્તિનો, આત્માની અનંત શક્તિનો આ પ્રત્યક્ષ પુરાવો હતો !
જેઠ શુકલા પૂર્ણિમાના આ ભક્તિ-પ્રસંગે આનંદોલ્લાસનું અને ભક્તિની મસીનું તો પૂછવું જ શું? તેના અનેક વર્ણનો અનેક ચરિત્ર-લેખકોએ આલેખ્યાં છે. પરંતુ શ્રી સહજાનંદઘનજીને થયેલું આ યુગપ્રધાનપદ, સ્પષ્ટરૂપે સિધ્ધ-દર્શિત યુગપ્રધાનપદ પ્રદાન આ કાળમાં દુર્લભ છે. તેવા જ દુર્લભ, અભૂતપૂર્વ, અનન્ય છે તેમની આત્માનુભૂતિનાં અનેક પ્રસંગો, જેનાં રહસ્યો તેમની સ્વયં-લિખિત “અનુભૂતિ વી. સાવા, સમક્ષ-સાર, સહજાનંદસુધા, ઈ.માં સંઘરાયેલા છે. સદનાનંદ સુધીમાં તેમનો અદ્ભુત પદ્ય-લેખન સંગ્રહ સમાયો છે. તેમાં છ પદનો પત્ર જેવા પરમકૃપાળુદેવના હું તો આત્મા છું ઈ. અનેક વચનામૃતોને ‘પર્ધદ-રહસ્ય શીર્ષકથી પદ્યરૂપ આપી ગેય બનાવી મૂક્યા છે. એ લખ્યા માત્ર જ નથી, જીવનભર મસ્તીભેર સ્વયં ગાયા અને સાધક સમૂહો પાસે ગવરાવ્યા-ઝાલાવ્યા પણ છે ! આની સી.ડી. ૧૨૦૦
રાજગાથા