________________
૧૬
ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ ભારતની શ્રમણધારાના વર્તમાનકાળના પરમ પ્રવર્તક, ચોવીસમા ચરમ તીર્થકર ભગવાન મહાવીરની પાટ પરંપરાના ઉત્તરાધિકારી હતા ઊર્ધ્વરેતા અંતિમ શ્રુતકેવલી, ચૌદ પૂર્વધર, “શ્રી કલ્પસૂત્ર' પ્રણેતા યુગપ્રધાન શ્રી ભદ્રબાહુ સ્વામી.
ભગવાન મહાવીરની વિહારભૂમિ બિહાર અને એમની પોતાની મહાપ્રાણ ધ્યાનસાધનાની ભૂમિ નેપાળ - પૂર્વભારતથી લગભગ બે હજાર વર્ષ પહેલાં તેઓ અનેક (પ્રાયઃ બાર હજાર જેટલા) મુનિઓ સાથે આ ગિરિકંદરામય યોગભૂમિ-વિદ્યાભૂમિ કર્ણાટકમાં પધાર્યા.
કેવળ કર્ણાટકમાં જ નહીં, જ્યાં આજે વિલુપ્ત થઈ ગઈ છે એવી શ્રમણધારાના ૨૦મા તીર્થકર ભગવાન મુનિસુવ્રત સ્વામીનો પૂર્ણ પ્રભાવ ધરતીના કણકણમાં તેમજ આકાશ-અવકાશના અણુએ અણુમાં તરંગિત-આંદોલિત હતો, એવા સમસ્ત દક્ષિણ ભારત પર તેમનો પ્રભાવ-તેમનું વ્યક્તિત્વ છવાઈ ગયા.
પરિણામસ્વરૂપ, સમીપવર્તી કેરલ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશનાં સંસ્કૃતિ-ભાષા તેમજ સાહિત્ય ઉપર પણ ભદ્રબાહુસ્વામીનો મહાપ્રભાવ છવાઈ ગયો. આ પ્રદેશોનું સંપૂર્ણ સાહિત્ય એ પ્રભાવથી અનુપ્રાણિત થઈ ગયું. કન્નડ ભાષામાં તો આહતોજિનોનાં તત્ત્વબોધનું આલેખન અને પુરાણ ચરિત્રકથાઓનાં ગાન ગાનાર પંપા, રન્ના, જના, અના, બોપન્ના, રત્નાકર ઈત્યાદિ જૈન કવિ-મનીષિઓની એક હારમાળા જ ઉપસ્થિત થઈ ગઈ. કનડ સાહિત્યમાંનું લગભગ ૯૫% સાહિત્ય જૈન સાહિત્યથી પરિપ્લાવિત થઈ ગયું ! ગુણવત્તા તેમજ વિસ્તાર બંને (quality & quantity) દષ્ટિએ જૈન સાહિત્ય દ્વારા એક વિશિષ્ટ-સમૃદ્ધ માનવજીવનનું એક અનુપમ ઉદાહરણ - એક પ્રતિમાને ઉપસ્થિત કરી દીધું. કન્નડના પ્રથમ મહાકવિ પંપાએ શ્રુતદેવી માતા સરસ્વતીને જિનવાણી માતા સરસ્વતીના રૂપમાં સ્થાપિત કરી એના મહિમાને એક નવી પરિભાષા આપી. નૂતન રૂપે આલેખ્યું :
“મારિ વિનેશ્વર વાળી સરસ્વતી,
सर्व जिनेश्वर वाणी सरस्वती ।" ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ
૧૨૫