________________
કહિયે કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ....” “શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ!”
શ્રીમદ્ રાજચંદ્રજીના “આત્મસિદ્ધિશાસ્ત્ર' તેમજ બીજી મંગલ કૃતિઓનો આ મહાઘોષ સર્વત્ર ગ્રંજિત-અનુગંજિત કરવાનું કાર્ય સહજાનંદઘનજીનું જીવનકાર્ય બની ગયું, એક જીવનધર્મ, એક મિશન જ બની ગયું. એ તો માત્ર દક્ષિણ ભારત કે ભારતભરમાં જ નહીં, આ વીતરાગવાણીના મહાઘોષને સંપૂર્ણ વિશ્વમાં પ્રસારિતા કરવા ઈચ્છતા હતા જેનો આ પંક્તિ લેખક સાક્ષી છે. વર્તમાન યુગમાં શ્રીમજી દ્વારા અભિવ્યક્ત વાણી વિશ્વગુરુ પ્રભુ મહાવીરની જ વાણી હતી. પરિશુદ્ધ-પરિષ્કૃત, પ્રમાણભૂત વાણી-જિનવાણી હતી. ભગવાન મહાવીરના મહાપુરુષાર્થી ઉત્તરાધિકારી એવા ભદ્રબાહુ-ભદ્રમુનિ જેવા એને શી રીતે ભુલાવી શકે ?
ઈતિહાસ સાક્ષી છે. દક્ષિણ ભારતમાં ભદ્રબાહુ સ્વામીને તેમજ તેમના પરવર્તીકાલીન જૈનાચાર્યો તેમજ નિગ્રંથ મુનિઓને અનેક ઘોર ઉપસર્ગ-કષ્ટો સહન કરવા પડ્યાં હતાં. તેઓની ઉપર ચારે બાજુથી અસંખ્ય જોષી-જૈનષી-અત્યાચારી આતતાથી લોકો દ્વારા ઉપસર્ગ, મરણાંત ઉપસર્ગ નિરંતર થતા રહ્યા. ઘોડાઓના પગ તળે કચરી નાખવાના અને જીવતા બાળી મૂકવા સુધીના ભયંકર ઉપસર્ગ આવતા રહ્યા ! પણ મહાવીરના આ વીર, સહનશીલ અનુયાયીઓ પરિસ્થિતિના પ્રભાવથી જરા પણ વિચલિત થયા વિના, દેહભાવથી મુક્ત-આત્મભાવમાં લીન રહી સ્થિર રહ્યા જિનમાર્ગ પર !! કેટલી અભિવંદના.... કેટલી અનુમોદના કરીએ આ સર્વ મહાપુરુષોની.. આત્મસાધકોની....?
ભદ્રમુનિને પણ જિનમાર્ગનું અનુસરણ કરવામાં, શ્રીમજી દ્વારા પ્રતિબોધિત વીતરાગવાણી પ્રસારિત કરવામાં અને આત્મજ્ઞાન સહ વીતરાગતા સાધીને સિદ્ધ કરવામાં અહીં અનેક ઉપસર્ગ-પરિષહ સહન કરવા પડ્યા હતા. પરંતુ તેઓ તો પોતાના નિર્ધારિત રાજમાર્ગ પર અડગ રહ્યા અને પોતાની આનંદભરી મસ્તી સાથે ગાતા અને ગવડાવતા રહ્યા - “છો બીજા ઉન્માર્ગે ચાલતા હો લાલ
અને માને સન્માર્ગ પ્રભાવ રે, તેથી ડગીએ નહીં રાજમાર્ગથી હો લાલ
આત્મસ્વરુપ આરાધવા.” * સહજાનંદ સુધા પૃ. ૧૧૪. ૧૨૮
રાજગાથા