________________
ત્રણ વર્ષ સુધી એમનો મૌનસાધનાવાસ અને જીવનના અંતિમ સમય સુધી અહીં સ્થિરતા તેમજ પરમયોગસાધના સહ હંપી ગુફામાંથી જ સમાધિમરણપૂર્વક મહાવિદેહ પ્રતિ મહાપ્રયાણ - આ બધું કર્ણાટકમાં જ થયું. - ભદ્રબાહુસ્વામીવતું !
આ પણ એમનો કેવો ઉદય અને કર્ણાટકની આ ધન્યધરા - યોગભૂમિનું કેવું મહાભાગ્ય કે કચ્છ-ગુજરાત-રાજસ્થાનથી કૈલાસ-હિમાલય-અષ્ટાપદથી, સમેત શિખરજી, પાવાપુરી આદિ અને ત્યાંથી ખારવેલ રાજાઓના ખંડગિરિ-ઉદયગિરિના ઉત્કલ પ્રદેશ બાજુ વિહાર-વિચરણ કરતા કરતા - જીવનના અંતિમ દસ વર્ષ કર્ણાટકમાં હેપીમાં જ તેઓનો વાસ થયો ! એ અત્યંત અર્થપૂર્ણ છે. જે આપણને ઘણું ઘણું સૂચવે છે. ભગવાન મુનિસુવ્રત સ્વામીના ચરણસ્પર્શ પામેલી કર્ણાટકની યોગભૂમિ કાલાંતરે અનેક મહાપુરુષોનાં વિચરણની ભૂમિ બની, અને ત્યાર પછી અંતિમ શ્રુતકેવલી યુગપ્રધાન ભદ્રબાહુસ્વામી દ્વારા સ્પર્શાવેલી એ જ કર્ણાટકની આ ધરા યુગપ્રધાન ભદ્રમુનિ સહજાનંદઘનજીનાં ચરણોનો સ્પર્શ પામી. સહજાનંદઘનજીનું આ ધરતી પર પધારવું, પોતાનો વિશિષ્ટ પ્રભાવ ફેલાવવો અને શેષ જીવન અહીં પૂર્ણ કરવું એ એક બીજી દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. શ્વેતાંબર અને દિગંબર - બંને વિભક્ત જૈને પરંપરાઓને જોડવાની દિશામાં. આ વિષયમાં એમના અનન્ય શરણપ્રદાતા શ્રીમદ્ રાજચંદ્રજીનુ તેમજ એમનું પોતાનું ચિંતન – “આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે” ઈત્યાદિ સમાનરૂપે વ્યથાપૂર્ણ છે. આ સંદર્ભમાં એમનું પોતાનું સમન્વયપૂર્ણ જીવનકવન અને સાધના તેમજ બંને પરંપરાઓના પર્વ પર્યુષણ અને દશલક્ષણ એક સાથે ઉજવવાનો નૂતન પ્રાયોગિક ઉપક્રમ અત્યંત સૂચક, સાંકેતિક આર્ષદષ્ટિયુક્ત દિશાદર્શક તેમજ મહત્વપૂર્ણ છે. યુગપ્રધાન શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી રચિત “શ્રી કલ્પસૂત્ર' તેમજ દશલક્ષણધર્મ' વિષયક હમ્પીમાં રેકોર્ડ થયેલા એમના અંતિમ પ્રવચનો*3 આ બંને ધારાઓને – કે જે ભદ્રબાહુ સ્વામીના કાળ પછી વિભક્ત થઈ હતી – જોડે છે. (ભદ્રબાહુની જ ભૂમિમાં ભદ્રમુનિનું પધારવું સમન્વય દૃષ્ટિએ સાંકેતિક નથી ?) આ તો એક અદ્ભુત અને અગમ્ય ઈતિહાસ છે જેની શોધ કરવી એ આપણા જેવા અલ્પજ્ઞ જનો માટે ક્યાં સંભવ છે ?
પરંતુ આ ભૂમિની સાથે યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજીના સુદીર્ઘ પૂર્વજન્મોના સંબંધના વિષયમાં આમાંથી સંકેત મળે છે એ તો નિશ્ચિત છે. ઈતિહાસવિદ્ ગુરુભક્ત શ્રી ભંવરલાલ નાહટા આ વિષયમાં લખે છે :#3 આ સર્વપ્રવચન - સી.ડી. જિનભારતી દ્વારા સંપાદિત અને ઉપલબ્ધ. ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ