________________
૧૦
મહાયોગી આનંદઘનજી પરત્વે શ્રીમદ્ રાજચંદ્રજી
પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા પોતાના અનેક લખાણો, પત્રોમાં શ્રીમદ્ રાજચંદ્રજી સ્થળે સ્થળે મહાયોગી આનંદઘનજીનાં પદાવતરણો મૂકે છે અને ટાંકે છે, તેના પર સમુચિત શાસ્ત્રીય વ્યાખ્યાઓ કરે છે અને આનંદઘનજીના આત્માર્થ અને લોકહિતરિક જીવન-કવનને સ્તવે અને અભિનંદે છે. પ્રથમ તેમનાં અવતરણ-ઉલ્લેખો જોઈએ :જિનારાધના શી રીતે ?
xxxxx જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે – ક્રમે કરી જ્ઞાની થાય છે.
“આનંદઘનજીએ એક સ્થળે એમ કહ્યું છે કે, –
જિન થઈ “જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે; (પાઠાંતર : “જિન સ્વરૂપ થઈ જિન આરાધે..')
ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે !
જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને-વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદ યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે.” (પત્રાંક-૩૮૭)
“આનંદઘનજીનાં બે (સ્મૃતિ) વાક્ય સ્મૃતિમાં આવે છે તે લખી અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું.
ઈણવિધ પરબી મન વિસરામી, જિનવર ગુણ ને ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. હો મલ્લિજિન ! સેવક કેમ અવગણીએ.” જિન થઈ જિનવરને જે આરાધે | જિનસ્વરૂપ થઈ જિન આરાધે તે સહી જિનવર હોવે રે “આનંદઘનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે.”xx
(પત્રાંક-૩૯૪) ક્ષેત્રનું અને કાળનું દુષમપણું :
આ કાળ સ્વભાવે કરી તીર્થકરાદિકે દુષમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રયોગ અનાર્યપણા યોગ્ય થયેલાં એવા, આવાં ક્ષેત્રો વિષે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકોની મહાયોગી આનંદઘનજી પરત્વે શ્રીમદ્ રાજચંદ્રજી
૧૩૫